Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રશિયા પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી?: RIL વેનેઝુએલાથી સીધું OIL ખરીદશે, USની લીલીઝંડી

Reliance Venezuela Oil Import: અમેરિકાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેનેઝુએલાથી સીધું ખનીજતેલ આયાદ કરવાનું લાયસન્સ આપી દીધું છે. તેનાથી કંપનીની રશિયા પરની નિર્ભરતા ઘટી શકે છે. આ પગલું વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્ર પર ઢીલ અને ભારત-અમેરિકાની વચ્ચેની વચગાળાની ટ્રેડ ડીલ બાદ સંભવિત ટ્રેડ એગ્રિમેન્ટ વચ્ચે મહત્ત્વનું માનવામાં આવે છે.
રશિયા પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી   ril વેનેઝુએલાથી સીધું oil ખરીદશે  usની લીલીઝંડી
Advertisement

. Reliance હવે વેનેઝુએલાથી સીધું ખનીજતેલ ખરીદી શકશે
. રિલાયન્સને અમેરિકાએ ખાસ લાયસન્સ ફાળવી આપી લીલીઝંડી
. અમેરિકાનું પગલું Venezuela ના એનર્જી સેક્ટર પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલનો ભાગ

Reliance Venezuela Oil Import : ભારત (India) ની ઊર્જા (Energy) જરૂરિયાતો માટે એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકા (America) એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ (Reliance Industries Limited)ને એવું ખાસ લાયસન્સ આપ્યું છે, જેનાથી કંપની હવે વેનેઝુએલા (Venezuela)  નું ક્રૂડ ઓઈલ ખરીદી શકશે અને આ દરમિયાન અમરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન પણ નહીં થાય. મામલા સાથે બે સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે આ પગલું વેનેઝુએલા (Venezuela) ના એનર્જી સેક્ટર પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલનો ભાગ છે. તેનાથી રિલાયન્સને સસ્તા ખનીજતેલની સપ્લાઈ મળી શકે છે અને વેનેઝુએલાના ઓઈલની નિકાસને પણ ગતિ મળી શકે છે.

Advertisement

ગત મહિનાના પ્રારંભમાં અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાયા બાદ અમેરિકાના અધિકારીઓએ કહ્યુ હતુ કે વોશિંગ્ટન વેનેઝુએલાની એનર્જી ઈન્ડસ્ટ્રીઝ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ આપશે. તેનો ઉદેશ્ય કરાકાસ અને વોશિંગ્ટન વચ્ચે 2 અબજ ડોલરના ઓઈલ આપૂર્તિ કરારને આગળ વધારવો અને દેશની ઓઈલ ઈન્ડસ્ટ્રી માટે 100 અબજ ડોલરની યોજનાને આસાન બનાવવાનો છે.

Advertisement

નોર્મલ લાયસન્સ હેઠળ વેનેઝુએલામાં પહેલેથી કાઢવામાં આવેલા ઓઈલની ખરીદી, નિકાસ અને વેચાણની અનુમતિ આપવામાં આવે છે. તેમાં તે ક્રૂડ ઓઈળને રિફાઈન કરવાની પણ મંજૂરી સામેલ છે.

આ પણ વાંચો: વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન? અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર?

Reliance ને લાયસન્સ મળવાથી વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ નિકાસમાં તેજી આવી શકે છે.

તેની સાથે જ દુનિયાના સૌથી મોટા રિફાઈનિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરતી કંપની માટે ક્રૂડ ઓઈલની પડતર ઓછી થઈ શકે છે. રિલાયન્સે જાન્યુઆરીની શરૂઆતમાં આ લાયસન્સ માટે અરજી કરી હતી. જો કે કંપની તરફથી આના સંદર્ભે હજી સુધી કોઈપણ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી.

રશિયા (Russia) પરની નિર્ભરતા ઘટી શકે છે

હાલના ઘટનાક્રમ બાદ રિલાયન્સ હવે વેનેઝુએલાથી સીધું ખનીજતેલ ખરીદી શકે છે. માનવામાં આવે છે કે આ પગલું રશિયાથી આવનારી સપ્લાઈનો વિકલ્પ બની શકે છે. આ મહિનાની શરૂઆતમાં રિલાયન્સે ટ્રેડર Vitol પાસેથી 20 લાખ બેરલ વેનેઝુએલાનું ઓઈલ ખરીદયું હતું. વિટોલ અને ટ્રફિગુરાને અમેરિકા તરફથી વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ વેચવા અને બજારમાં ઉતારવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપ્રમુખ માદુરોની ધરપકડ બાદ મળ્યું.

આ પણ વાંચો: અમેરિકાની કસ્ટડીમાં વેનેઝુએલાના પ્રમુખ, માદુરોનો એરેસ્ટ બાદનો પહેલો ફોટોગ્રાફ આવ્યો સામે

વેનેઝુએલા (Venezuela ) નું ક્રૂડ ઓઈલ સસ્તું પડે તેવી શક્યતા

સૂત્રો મુજબ, વેનેઝુએલાથી સીધું ક્રૂડ ઓઈલ ખરીદવું રિલાયન્સ માટે વ્યાજબી સાબિત થઈ શકે છે. કરાકાસનું ભારે ક્રૂડ સામાન્ય રીતે ડિસ્કાઉન્ટ પર વેચાય છે. એટલે કે તેની કિંમત અન્ય સ્ત્રોતોની સરખામણીએ ઓછી હોય છે, જેનાથી રિફાઈનિંગ માટેની પડતર ઘટી શકે છે.

રશિયન ખનીજતેલથી અંતર

રિપોર્ટ મુજબ, રિલાયન્સ સહિત ઘણાં ભારતીય રિફાઈનર એપ્રિલમાં ડિલીવરી માટે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીથી બચી રહ્યા છે. સંભાવના છે કે તે આગળ પણ આવા સોદાઓથી અંતર રાખી શકે. માનવામાં આવે છે કે આ પગલું ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત ટ્રેડ એગ્રિમેન્ટને આગળ વધારવામાં મદદ કરી શકે છે.

રિલાયન્સની રિફાઈનિંગ ક્ષમતા

રિલાયન્સ પહેલા પોતાના એડવાન્સ રિફાઈનિંગ કોમ્પ્લેક્સ માટે વેનેઝુએલાનું નિયમિત ખરીદદાર હતી. પરંતુ 2025ની શરૂઆતમાં અમેરિકાના પ્રતિબંધોને કારણે તેને ખરીદી બંધ કરવી પડી હતી. કંપની બે રિફાઈનરી ચલાવે છે, જેની કુલ ક્ષમતા અંદાજે 14 લાખ બેરલ પ્રતિ દિવસ છે.

આ પણ વાંચો: વેનેઝુએલા પાસેથી OIL ખરીદશે મુકેશ અંબાણીની કંપની? જાણો અમેરિકાની શું રહેશે ભૂમિકા?

Tags :
Advertisement

.

×