Success Story : ખાટા દહીંની મીઠી સફળતા, વિદેશી નોકરી કરતાં સ્ટાર્ટઅપમાં વધુ પૈસા બનાવ્યા
- ભારતમાં Start Up શરુ કર્યા બાદ કરોડોની કમાણી
- વિદેશની નોકરી છોડ્યા બાદ કપરા પડકારોનો કર્યો સામનો
- મહેનત રંગ લાવી અને Krambiri દહીંના ગ્રાહક બન્યા અંબાણી
Success Story : વિદેશની નોકરીનો ક્રેઝ આસમાને છે. જો કે આ ક્રેઝમાં વિદેશની નોકરી છોડીને ભારતમાં સ્ટાર્ટઅપ શરુ કર્યા બાદ કરોડોની કમાણી કરતા સ્ટાર્ટઅપ હંમેશા મોટિવેશનલ સાબિત હોય છે. આવું જ એક સ્ટાર્ટઅપ છે કેરળનું ક્રેમ્બીરી (Krambiri). આ સ્ટાર્ટઅપ શરુ કર્યુ હતું નાહજ બશીર (Nahaj Bashir) નામના સાહસિક યુવાને. આ સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્નઓવર કરોડોનું છે અને તેમના ગ્રાહકોમાં અંબાણી પરિવાર પણ સામેલ છે.
કઈ રીતે આવ્યો વિચાર ?
કેરળમાં જન્મેલા Nahaj Bashir ને 20 વર્ષે કતારમાં સારા પગારની નોકરી મળી ગઈ. વાર તહેવારે નાહજ ભારત આવે ત્યારે તે કતારમાં મળતા દહીંને બહુ મિસ કરતો હતો. કતારનું દહીં ભારત જેટલું ખાટું નથી હોતું અને વિવિધ ફ્લેવરમાં ઉપલ્બ્ધ હોય છે. કતારમાં નોકરી છોડ્યા પછી નાહજે વર્ષ 2020માં Krambiri નામની માત્ર દહીં બનાવતું સ્ટાર્ટઅપ શરુ કર્યુ. નાહજ બશીરે કતારમાં જે ક્વાલિટીનું ફ્લેવર્ડ દહીં મળે છે તે ભારતમાં વેચવાની શરુઆત કરી.
કેવા આવ્યા પડકારો ?
Nahaj Bashir નો પરિવાર કેરળમાં ટીશ્યૂ મેકિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ છે. નાહજે કતારની સારા પગારની નોકરી છોડીને દહીં વેચવાનું શરુ કરતા તેનો પરિવાર બહુ નારાજ થયો હતો. જો કે પરિવારમાં નાહજની માતાએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. Nahaj Bashir નું સપનું હતું કે ઉચ્ચ ગુણવત્તાવાળું દહીં ભારતમાં ઉપલબ્ધ થાય. તેણે આ સપનું પૂર્ણ કરવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દીધું. શરુઆતમાં નાહજ ફ્રીમાં લોકોને ક્રેમ્બીરી દહીં વહેંચતો હતો. નાહજ લોકોને મફતમાં દહીંનો સ્વાદ ચાખવા દેતો હતો. આ દ્વારા તે લોકોનો વિશ્વાસ જીતવા માંગતો હતો. તેની ઈચ્છા હતી કે લોકો તેના દહીં વિશે જાણે. તે પોતે અનેક મોલમાં અને મેટ્રો સ્ટેશન પર ગયો અને દહીંના નમૂનાઓનું વિતરણ કર્યુ. શરૂઆતમાં નાહજે પોતે જ પોતાના ઉત્પાદનનો પ્રચાર પણ જાતે કર્યો. શરુઆતમાં ઓછા ખાટો સ્વાદ ધરાવતા દહીંને લોકોએ નાપસંદ કર્યુ પરંતુ નાહજ નાસીપાસ ન થયો. તેણે પોતાની મહેનત ચાલુ રાખી.
આ પણ વાંચોઃ Adani એ એક મોટી ચીની કંપની સાથે તોડ્યો કરાર, જાણો કારણ
આખરે મળી સફળતા !!!
આજકાલ, નહાજના Krambiri દહીંની વિવિધ ફ્લેવર ફાઈવ સ્ટાર હોટલોમાં જોવા મળે છે. અનેક મોટી એરલાઈન કંપનીની ફ્લાઈટ્સમાં પણ ક્રેમ્બીરી દહીં પીરસવામાં આવે છે. લોકોને ક્રેનબેરીના નવા સ્વાદ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ખાસ કરીને, મસાલેદાર સંભારામ દહીં અને ફળ આધારિત દહીં. Krambiri હવે ભારત અને અન્ય દેશોમાં પણ પોતાનો વ્યવસાય વિસ્તારવાનું પ્લાનિંગ કરી રહી છે. ગત નાણાકીય વર્ષમાં નહાજ બશીરની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 15 કરોડ રૂપિયા જેટલું હતું. નાહજની કંપની માટે સૌથી મોટી તક ત્યારે આવી જ્યારે અંબાણી પરિવારે તેમનો સંપર્ક કર્યો. નાહજ કહે છે કે, અંબાણી (Ambani) પરિવારે લગ્ન પ્રસંગે દહીંના 10,000 થી વધુ પેકેટનો ઓર્ડર આપ્યો હતો. બિલ ગેટ્સ (Bill Gates) અને માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) જેવા મહેમાનોએ પણ અમારા દહીંનો સ્વાદ ચાખ્યો. અમારા સ્ટાફે તેને દહીં ખાતા જોવાનું મને જણાવ્યું આ બાબતથી હું ખૂબ ખુશ થયો હતો.
આ પણ વાંચોઃ Apple Production In India: ભારતમાં એપ્પલ 17નું ઉત્પાદન વધારીશું: કૂક