Tesla ના માલિક Elon Musk વિતેલા 7 વર્ષથી પગાર વિહોણા, સગા ભાઇએ કર્યો ધડાકો
- ઇલોન મસ્કના ભાઇએ મોટો ધડાકો કર્યો
- ઇલોનને વિતેલા 7 વર્ષથી પગાર ચૂકવાયો નથી
- ભાઇએ કંપનીના શેરધારકોને અપીલ કરી
Elon Musk Salary Issue : ટેસ્લા (Tesla) , સ્પેસએક્સ (SpaceX) જેવી વિશ્વની કેટલીક મોટી બ્રાન્ડના સીઈઓને (CEO) તેમની નોકરીમાંથી સારી કમાણી થવાની અપેક્ષા છે. જો કે, એલોન મસ્કના (Elon Musk) ભાઈ કિમ્બલ મસ્કે (Kimbal Musk) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું કે, મસ્કે 2017 થી ટેસ્લા પાસેથી પોતાનો પગાર લીધો નથી (Elon Musk Didn't Take Salary) ! તાજેતરના મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના નાના ભાઈ કિમ્બલ મસ્કે ખુલાસો કર્યો છે કે, ટેક જાયન્ટને છેલ્લા 6 થી 8 વર્ષથી કંપની તરફથી કોઈ પગાર મળ્યો નથી.
એલોનને ટેસ્લા તરફથી પગાર મળતો નથી - ભાઈનો દાવો
મીડિયા એન્કર સાથે વાત કરતા કિમ્બલ મસ્કે (Kimbal Musk) કહ્યું કે, "મને લાગે છે કે, મારા ભાઈને પગાર મળવો જોઈએ. તેને છેલ્લા 6 થી 8 વર્ષથી કોઈ પગાર મળ્યો નથી. મને નથી લાગતું કે તે યોગ્ય છે. હું ટેસ્લા (Tesla) ના શેરધારકોને આ નિર્ણય લેવા દઈશ, પરંતુ મારું માનવું છે કે તે પ્રમાણે થવું જોઈએ. તેને પગાર મળવો જોઈએ."
અપાર સંપત્તિ બનાવી આપી
સુત્રોનું કહેવું છે કે, પરંપરાગત કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સને નિશ્ચિત પગાર મળે છે, તેનાથી વિપરીત એલોન મસ્કની (Elon Musk Didn't Take Salary) કમાણી સીધી કંપનીના પ્રદર્શન સાથે જોડાયેલી છે. તેમનું મહેનતાણું કંપનીની નોંધપાત્ર આવક, નફો અથવા બજાર મૂલ્યના સીમાચિહ્નો પ્રાપ્ત કરવાની ક્ષમતા સાથે સંબંધિત છે. આ અનોખા મહેનતાણું યોજનાએ તેમની અપાર સંપત્તિ બનાવી આપી છે. જો કે, તેણે તેમને કાનૂની લડાઈના કેન્દ્રમાં પણ મૂક્યા છે.
મસ્કનો પગાર વિવાદ
આ વિવાદ 2018 ના $56 બિલિયનના પગાર પેકેજથી ઉદ્ભવ્યો છે, જેને તાજેતરમાં ડેલવેર કોર્ટના ન્યાયાધીશ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે આ સોદાને ખામીયુક્ત ગણાવ્યો અને તેને રદ કરવાનો આદેશ આપ્યો. જવાબમાં, ટેસ્લાના બોર્ડે મસ્ક માટે (Elon Musk Didn't Take Salary) વચગાળાના મહેનતાણું યોજનાને મંજૂરી આપી છે, જેમાં લગભગ $29 બિલિયનના મૂલ્યના 96 મિલિયન શેરનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કામચલાઉ પગલું નાણાકીય સ્પષ્ટતા પ્રદાન કરશે, જ્યારે ટેસ્લા ડેલવેર કોર્ટના નિર્ણય સામે અપીલ કરી રહી છે.
પ્રોજેક્ટ્સને આગળ ધપાવવામાં અસ્વસ્થતા
સંબંધિત વિકાસમાં, એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટર પર ટેસ્લામાં (Elon Musk Didn't Take Salary) 25% મતદાન હિસ્સાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ,આ સ્તરના નિયંત્રણ વિના મોટા પાયે AI અને રોબોટિક્સ પ્રોજેક્ટ્સને આગળ ધપાવવામાં તેમને અસ્વસ્થતા લાગશે.
આ પણ વાંચો ---- Paper Stocks : પેપર કંપનીઓના શેરમાં આગ જરતી તેજી,રોકાણકારો માલામાલ,જાણો કારણ