UN Report : વિશ્વની મહાસત્તાઓને પાછળ છોડી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા
- ભારતના ઓપરેશન સિંદૂરની વિશ્વભરમાં ચર્ચા
- ભારતની કામગીરીને દુનિયાના અનેક દેશો પ્રશંસા કરી
- ભારતનું અર્થતંત્રણ પણ વધુ મજબૂત બન્યું
India GDP : ભારતના ઓપરેશન સિંદૂરની અત્યારે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે.આતંકવાદ સામેની ભારતની કામગીરીને દુનિયાના અનેક દેશો પ્રશંસા કરી રહ્યા છે. ભારતે સંરક્ષણ સેવામાં આત્મ નિર્ભર બની આજે દુનિયાને બતાવ્યું છે કે તે હવે વિશ્વની મહાસત્તાઓને પણ માત આપી શકે છે. ભારત અત્યારે તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અને એટલે જ ભારતનું અર્થતંત્રણ પણ વધુ મજબૂત બન્યું છે. હવે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો કે ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) ને પાછળ છોડી ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે.
UNનનો રિપોર્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન યુએન દ્વારા આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. દુનિયામાં એકબાજુ આતંકવાદ અને બીજી બાજુ ટેરિફના આતંકના કારણે ભયનો માહોલ છે. ત્યારે ભારત તમામ પડકારોનો જબરજસ્ત સામનો કરતા ટેરિફ અને આતંકવાદને સણસણતો જવાબ આપી રહી છે. ભારતની આ કામગીરી જોતા યુએન પણ માનવા લાગ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂતપણે આગળ વધી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું આર્થિક પ્રદર્શન અન્ય મુખ્ય અર્થતંત્રો કરતા અલગ છે. પડકારજનક વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ વચ્ચે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.3 ટકાના દરે વૃદ્ધિ પામશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા બહાર પાડવામાં આવેલા મધ્ય-વર્ષના અહેવાલમાં વિશ્વ આર્થિક પરિસ્થિતિ અને સંભાવનાઓ (WESP) ને લઈને આ મૂલ્યાંકન કરાયું હતું.
India’s Ascent Amid Global Headwinds:
UN Report Ranks India Fastest-Growing Major Economy with 6.3% GDP Growth
At a time when the global economy is facing what the United Nations calls a “precarious moment,” India has emerged as a rare bright spot. The mid-year update of the… pic.twitter.com/G7Wr20RRN2
— PIB India (@PIB_India) May 16, 2025
આર્થિક વૃદ્ધિના મુખ્ય કારણો
અહેવાલમાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી (UN)વધતા ટેરિફ વેપારી નિકાસ પર દબાણ લાવી રહ્યા છે, આમ છતાં, વપરાશ અને સરકારી ખર્ચને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક બનશે. મજબૂત ખાનગી વપરાશ, મજબૂત જાહેર રોકાણ અને મજબૂત સેવા નિકાસ આર્થિક વૃદ્ધિના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. ભારતમાં સ્થિર આર્થિક સ્થિતિને કારણે રોજગાર બજારમાં બેરોજગારીનું સ્તર સ્થિર રહ્યું છે. ભારતના સરકારી ડેટા અનુસાર, દેશનો બેરોજગારી દર, જેની ગણતરી પ્રથમ વખત માસિક ધોરણે કરવામાં આવી હતી, તે આ વર્ષે એપ્રિલમાં 5.1 % નોંધાયો હતો. દેશભરમાં 15-29 વર્ષની વય જૂથના વ્યક્તિઓમાં બેરોજગારીનો દર 13.8 % નોંધાયો હતો, જેમાં શહેરી વિસ્તારોમાં આ દર 17.2 % અને ગ્રામીણ વિસ્તારોમાં 12.3 % હતો.
આ પણ વાંચો -Ceasefire થી અંબાણી અને અદાણીની કિસ્મત બદલાઈ, જાણો 5 દિવસમાં કેટલી કમાણી થઈ?
અમેરિકા અને ચીનના અર્થતંત્રનો વિકાસ વાગી બ્રેક
રિપોર્ટના અંદાજો દર્શાવે છે કે ચીન 4.6 ટકા, અમેરિકા 1.6 ટકા, જાપાન 0.7 ટકા અને યુરોપિયન યુનિયન 1 ટકાના સાધારણ દરે વૃદ્ધિ પામશે. જર્મનીમાં -01% ની નકારાત્મક વૃદ્ધિ થવાની ધારણા છે. તેમ છતાં, વૃદ્ધિ અંદાજોને અગાઉના આંકડાઓની તુલનામાં 30 બેસિસ પોઈન્ટ નીચે સુધારવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે વધતા વેપાર તણાવ અને નીતિગત અનિશ્ચિતતાઓને કારણે વૈશ્વિક અર્થતંત્ર ધીમા વિકાસના સંકેતો બતાવી રહ્યું છે.
આ પણ વાંચો -Donald Trump: અમેરિકાથી ભારત નાણાં મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પના નવા બિલથી NRIને અબજોના નુકસાનની ભીતિ
ટેરિફની અસર
અહેવાલ મુજબ,મજબૂત ખાનગી વપરાશ, મજબૂત જાહેર રોકાણ અને મજબૂત સેવા નિકાસ આર્થિક વૃદ્ધિના મુખ્ય ચાલકબળ હશે. અહેવાલમાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી વધતા ટેરિફ વેપારી નિકાસ પર દબાણ લાવી રહ્યા છે, હાલમાં મુક્તિ આપવામાં આવેલા ક્ષેત્રો -જેમ કે ફાર્માસ્યુટિકલ્સ,ઇલેક્ટ્રોનિક્સ,સેમિકન્ડક્ટર્સ, ઊર્જા અને તાંબુ -આર્થિક અસરને મર્યાદિત કરી શકે છે, જોકે આ મુક્તિઓ કાયમી ન પણ હોય.રિપોર્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતમાં સ્થિર આર્થિક સ્થિતિને કારણે રોજગાર બજારમાં બેરોજગારીનું સ્તર સ્થિર રહ્યું છે.