Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો, દેશનું 3જુ રાજ્ય બન્યું
- Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો
- મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ દેશનું 3જુ રાજ્ય બન્યું
- મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં દેશના કુલ 36 ટકા રોકાણકારો છે
Gujarat : ભારતમાં શેરબજારમાં રોકાણ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાંથી 1 કરોડ રજિસ્ટર્ડ લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર દેશના મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પછીનું ગુજરાત 3જુ રાજ્ય બન્યું છે. NSE અનુસાર ગુજરાતે 1 કરોડ રોકાણકારોનો આંકડો પાર કરીને મહત્વપૂર્ણ સીમાચિન્હ પ્રાપ્ત કર્યુ છે. ભારતના કુલ રોકાણકારોમાંથી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં કુલ 36 ટકા રોકાણકારો છે.
કુલ રોકાણકારો 11.5 કરોડ
NSE ના રિપોર્ટ અનુસાર મે 2025 સુધીમાં ભારતીય શેરબજારમાં કુલ રજિસ્ટર્ડ થયેલા રોકાણકારો 11.5 કરોડની હતા. ફક્ત મે મહિનામાં જ 11 લાખથી વધુ નવા રજિસ્ટર્ડ રોકાણકારોનો ઉમેરો થયો છે. જે માસિક ધોરણે 9 ટકાનો વધારો દર્શાવે છે. જે નવા નોંધણીમાં સતત 4 મહિનાના ઘટાડા પછી મજબૂત સુધારો દર્શાવે છે. ઉત્તર ભારત 4.2 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો સાથે સૌથી આગળ છે. ત્યારબાદ પશ્ચિમ ભારત 3.5 કરોડ સાથે બીજા ક્રમે છે. જ્યારે દક્ષિણ ભારતમાં 2.4 કરોડ રોકાણકારો છે. સૌથી છેલ્લે પૂર્વ ભારત આવે છે જેમાં કુલ રજિસ્ટર્ડ રોકાણકારો 1.4 કરોડ છે.
આ પણ વાંચોઃ GST : ઓછી આવક ધરાવતા વર્ગને રાહત આપવા માટે 12 % સ્લેબને નાબૂદ કરવા સરકારની વિચારણા
છેલ્લા 12 મહિનામાં થઈ નોંધનીય વૃદ્ધિ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 મહિનામાં ઉત્તર અને પૂર્વ ભારતમાં રજિસ્ટર્ડ રોકાણકારોમાં સૌથી પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે. જેમાં અનુક્રમે 24 અને 23 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં 22 ટકાનો વધારો થયો છે. જ્યારે પશ્ચિમ ભારતમાં આ સમયગાળા દરમિયાન 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2024માં 9 કરોડ રોકાણકારોના આંકડે પહોંચ્યા પછી, ભારતે દર 5થી 6 મહિને અંદાજિત 1 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો ઉમેરાયા છે. જેથી ઓગસ્ટ 2024 સુધીમાં 10 કરોડ અને જાન્યુઆરી 2025 સુધીમાં 11 કરોડ સુધી આંકડો પહોંચી ગયો.
આ પણ વાંચોઃ 2000 Rupee Note: હજુ પણ 6000 કરોડથી વધુની નોટો બજારમાં હાજર