ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market : સતત ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,આ શેરમાં મોટું નુકસાન

સતત ચોથા દિવસે પણ શેરબજાર ઘટાડા સાથે બંધ સેન્સેક્સના 10 શેર લીલા નિશાનમાં બંધ થયા ટાઇટન, મહિન્દ્રા સહિત આ શેરોમાં વૃદ્ધિ જોવા મળી Share Market Closing :ગયા અઠવાડિયે ઘરેલુ શેરબજારમાં (share market)શરૂ થયેલો ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો....
04:33 PM Jul 14, 2025 IST | Hiren Dave
સતત ચોથા દિવસે પણ શેરબજાર ઘટાડા સાથે બંધ સેન્સેક્સના 10 શેર લીલા નિશાનમાં બંધ થયા ટાઇટન, મહિન્દ્રા સહિત આ શેરોમાં વૃદ્ધિ જોવા મળી Share Market Closing :ગયા અઠવાડિયે ઘરેલુ શેરબજારમાં (share market)શરૂ થયેલો ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો....
stock market today

Share Market Closing :ગયા અઠવાડિયે ઘરેલુ શેરબજારમાં (share market)શરૂ થયેલો ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે સતત ચોથા દિવસે પણ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. સોમવારે, BSE સેન્સેક્સ 247.01 પોઈન્ટ (0.30%) ઘટીને 82,253.46 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 67.55 પોઈન્ટ (0.27%) ના ઘટાડા સાથે 25,082.30 પોઈન્ટ પર બંધ થયો. સોમવારે, મુખ્યત્વે IT અને ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓમાં ઘટાડો નોંધાયો.

 

સેન્સેક્સના 30 માંથી માત્ર 10 શેર લીલા નિશાનમાં બંધ થયા

સોમવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 10 શેર લીલા નિશાનમાં બંધ થયા અને બાકીની તમામ 20 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી, 22 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 27 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા, જ્યારે એક કંપનીનો શેર આજે કોઈ ફેરફાર વિના બંધ થયો. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલના શેર સૌથી વધુ 3.11 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ટેક મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ 1.82 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -Post Office ની અદ્ભુત યોજના, દર મહિને રૂ.20,000 ની આવક...

ટાઇટન, મહિન્દ્રા સહિત આ શેરોમાં વૃદ્ધિ જોવા મળી

સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, આજે ટાઇટનના શેર 1.23 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.56 ટકા, સન ફાર્મા 0.54 ટકા, ITC 0.42 ટકા, ટાટા સ્ટીલ 0.25 ટકા, અદાણી પોર્ટ્સ 0.23 ટકા, SBI 0.10 ટકા, ICICI બેંક 0.03 ટકા અને ભારતી એરટેલના શેર 0.01 ટકાના વધારા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -Multibagger Stock : માત્ર 5 વર્ષમાં જ 1 લાખ રુપિયાને 3.5 કરોડ બનાવતા આ શેર વિશે જાણી લો...

કંપનીઓની યાદીમાં જાહેર કરી

સેન્સેક્સ કંપનીઓના નામ લાલ રંગમાં બંધ થઈ રહ્યા છે. બીજી તરફ, આજે લાલ રંગમાં બંધ થતી કંપનીઓની યાદીમાં બજાજ ફાઇનાન્સ 1.54 ટકા, ઇન્ફોસિસ 1.53 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.50 ટકા, HCL ટેક 1.41 ટકા, TCS 1.29 ટકા, L&T 1.25 ટકા, ટાટા મોટર્સ 1.04 ટકા, બજાજ ફિનસર્વ 0.77 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.76 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.69 ટકા, ટ્રેન્ટ 0.68 ટકા, BEL 0.39 ટકા, મારુતિ સુઝુકી 0.36 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.20 ટકા, NTPC 0.19 ટકા, પાવર ગ્રીડ 0.13 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.04 ટકા, HDFC બેંક 0.03 ટકા અને એક્સિસ બેંક 0.02 ટકાનો સમાવેશ થાય છે.

Tags :
asian paintsBajaj FinanceBSEeternalInfosysITCmahindra and mahindraNiftyNifty 50NSESensexshare-marketStock MarketSunpharmaTata SteelTCSTech Mahindratitan
Next Article