Share Market :શેરબજારમા સામાન્ય ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટનો ઘટાડો
- ભારતીય શેરબજારે ઘટાડા સાથે બંધ
- ભારતી એરટેલના શેરમાં ભારે ઘટાડો થયો
- એશિયન પેઇન્ટ્સના શેરમાં ઉછાળો
Share Market : ભારતીય શેરબજારે (Share Market )ઘટાડા સાથે લાલ રંગમાં કારોબાર શરૂ કર્યો અને લાલ રંગમાં કારોબાર બંધ કર્યો. અઠવાડિયાના છેલ્લા દિવસે, તે 200.15 પોઈન્ટ (0.24%) ના ઘટાડા સાથે 82,330.59 પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે, આજે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 42.30 પોઈન્ટ (0.17%) ઘટીને 25,019.80 પોઈન્ટ પર બંધ થયો. આજે ખાસ કરીને આઈટી અને બેંકિંગ શેરોમાં વેચવાલી જોવા મળી. તમને જણાવી દઈએ કે ગઈકાલે, ગુરુવારે, સેન્સેક્સ ૧૨૦૦.૧૮ પોઈન્ટ (૧.૪૮%) ના વધારા સાથે ૮૨,૫૩૦.૭૪ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૩૯૫.૨૦ પોઈન્ટ (૧.૬૦%) ના વધારા સાથે ૨૫,૦૬૨.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો. #Nifty50
ભારતી એરટેલના શેરમાં ભારે ઘટાડો થયો
આજે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 16 કંપનીઓના શેર લીલા રંગમાં અને બાકીની 14 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે, આજે નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની ૨૪ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, શુક્રવારે ઇટરનલના શેર સૌથી વધુ ૧.૩૮ ટકાના વધારા સાથે બંધ થયા અને ભારતી એરટેલના શેર ૨.૮૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Adani એ એક મોટી ચીની કંપની સાથે તોડ્યો કરાર, જાણો કારણ
હિન્દુસ્તાન યુનિલિવર,એશિયન પેઇન્ટ્સના શેરમાં ઉછાળો
આ ઉપરાંત,શુક્રવારે સેન્સેક્સ કંપનીઓમાં સમાવિષ્ટ હિન્દુસ્તાન યુનિલિવરના શેર 1.10 ટકા,એશિયન પેઇન્ટ્સ 0.98,ITC 0.80, ટાટા મોટર્સ 0.36,NTPC 0.35, ઇન્ડસઇન્ડ બેંક 0.26, નેસ્લે ઇન્ડિયા 0.25,પાવર ગ્રીડ 0.23,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.19,મારુતિ સુઝુકી 0.13,ICICI બેંક 0.12, કોટક મહિન્દ્રા બેંક 0.08,ટાટા સ્ટીલ 0.06,અલ્ટ્રાટેક સિમેન્ટ 0.01 અને અદાણી પોર્ટ્સના શેર 0.01 ટકાના વધારા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Apple Production In India: ભારતમાં એપ્પલ 17નું ઉત્પાદન વધારીશું: કૂક
HCS ટેક,SBIના શેર ઘટ્યા
બીજી તરફ,HCL ટેકના શેર 2.14 ટકા,સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1.96 ટકા,ઈન્ફોસિસ 1.46 ટકા, ટેક મહિન્દ્રા 0.79 ટકા, TCS 0.50 ટકા, બજાજ ફિનસર્વ 0.42 ટકા, સન ફાર્મા 0.38 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.36 ટકા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.31 ટકા,ટાઇટન 0.16 ટકા,બજાજ ફાઇનાન્સ 0.14 ટકા, એક્સિસ બેંક 0.09 ટકા અને HDFC બેંક 0.01 ટકા ઘટ્યા હતા.