Business News: સોનું-ચાંદી મુકવા માટે અમીરોની પ્રથમ પસંદ છે આ ઇમારત
- અમીર લોકો સોના-ચાંદીને ક્યાં મુકે છે
- અમીર લોકો જે સ્થળે સોનું મુકે છે.
- સિંગાપુરની એક ઇમારત મા મુકાયા છે સોના-ચાંદી
- હાઇ-સિક્યોરિટી વાલ્ટ છે. જેને 'ધ રિઝર્વ' કહેવામાં આવે છે.
Business: શું તમે જાણો છો અમીર લોકો પોતાના સોના-ચાંદીને ક્યાં મુકે છે?, જો તમને આ વિશે ખબર નહી હોય તો અમે તમને જણાવીશું કે કયા સ્થાન પર અમીરોની (ultra rich)સોના-ચાંદીની વસ્તુઓ સુરક્ષિત છે. સોનાને હમેંશા રોકાણ અને(physical gold demand) બચત કરવાના રૂપમાં જોવામાં આવે છે. તે એક સુરક્ષિત વિકલ્પ છે. અમુક લોકો સોનાને ઘરના લોકરમાં અથવા બેંકમાં મુકે છે. પરંતુ અમીર લોકો જે સ્થળે સોનું મુકે છે. તે જગ્યા સિંગાપુરની એક ઇમારત છે. આ કોઇ સામાન્ય ઇમારત નથી. તે હાઇ-સિક્યોરિટી વાલ્ટ છે. જેને 'ધ રિઝર્વ' કહેવામાં આવે છે.
છે આ The Reserve ?
સિંગાપુરમાં સ્થિત આ 6 માળની અલ્ટ્રા સિક્યોર બિલ્ડીંગ એક ખાનગી વોલ્ટીંગ ફેસેલિટી છે. જેમાં હમણા સુધી 1200 કરોડ રૂપિયાનું સોના-ચાંદી અને કિંમતી ધાતુ જમા કરાવવામાં આવ્યુ છે. જેનું સંચાલન Glenreagh નામની કંપની કરે છે. જે દુનિયાભરના ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ માટે સુરક્ષિત જગ્યા બની ચુક્યુ છે. તેના ફાઉન્ડર ગ્રેગર ગ્રેગર્સનના જણાવ્યા મુજબ જાન્યુઆરીથઈ લઇને એપ્રિલ 2025 સુધીમાં સોના-ચાંદી જમા કરાવવાના ઓર્ડરમાં 88%નો વધારો થયો છે. અને સેલ્સમાં 200%નો ગ્રોથ જોવા મળ્યો છે.
આ પણ વાંચો -Union Cabinet Meeting: કેન્દ્રીય સરકારનો ખેડૂત લક્ષી મોટો નિર્ણય
કેમ વધી રહી છે માંગ ?
આંતરરાષ્ટ્રીય આર્થિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને ફુગાવાના યુગમાં, અમીરો તેમની સંપત્તિને સોના અને ચાંદીમાં રૂપાંતરિત કરે છે. અને પછી તેને વિશ્વના સૌથી સુરક્ષિત સ્થળોએ સંગ્રહિત કરે છે. The Reserveને સિંગાપુર સરકારની સ્થિરતા, ટેક્સ ફ્રેંડલી નીતિઓ અને મજબૂત સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે. ગ્રેગર્સનની રિપોર્ટ મુજબ જાણવા મળ્યુ છે કે, લોકો હવે મ્યુચ્યુઅલ ફંડના સ્થાને ફિઝિકલ ગોલ્ડ લેવાનું વધુ સુરક્ષિત માને છે. કારણ કે, તેના કારણે ડિફોલ્ટનું જોખમ ઓછું રહે છે. વર્ષ 2023માં સિલિકોન વેલી બેન્કે પણ જણાવ્યુ છે કે, ફિઝિકલ ગોલ્ડ રાખવું એ ખૂબ સુરક્ષિત છે.
આ પણ વાંચો -બજારમાં ખુલતાની સાથે જ ઘટાડો, સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટ્યો, ITC શેર 3% ઘટ્યા
માત્ર બેન્ક જ નહી પરંતુ ખાનગી વોલ્ટનો જમાનો
પારંપરિક બેન્કમાં કિમતી ધાતુ મુકવાના સ્થાને શ્રીમંત વર્ગ ખાનગી વોલ્ટીંગ સેવાઓ તરફ વળી રહ્યા છે. અહીં સુરક્ષા સૌથી વધુ છે. બાયોમેટ્રિક એક્સેસ, 24×7 સુરક્ષા અને ગુનાઓને ડામવા માટે આધુનિક સુરક્ષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત સહિત એશિયાના વિવિધ દેશોમાંથી The Reserveમાં સોનું ટ્રાન્સફર કરવામાં આવી રહ્યુ છે. કરોડપતિ હોય કે અરબપતિ બધા પોતાનું સોનું-ચાંદી આ ઇમારતમાં મુકી રહ્યા છે. The Reserve નવી વિચારધારાનું ચમકતું ઉદાહરણ બની ચુક્યુ છે.