Pahalgam Attack: મોદી સરકારની આ રણનીતિ નાપાક 'PAK'ની કમર તોડશે
- ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી
- પાકિસ્તાનને હવે ક્યાંયથી નહી મળે લોન
- ADB બેંકના અધ્યક્ષ સાથે નિર્મલા સીતારમણની બેઠક
Pahalgam Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (pahalgam attack)બાદ ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારત આર્થિક મોરચે પાકિસ્તાનને નબળું પાડવા લાગ્યું છે. નિર્મલા સીતારમણ એડીબી (ADB)બેંકના પ્રમુખને (Finance Minister Nirmala Sitharaman)મળ્યા હતા અને પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય બંધ કરવાની માંગ કરી હતી.
ભારત દરેક મોરચે પાકિસ્તાનને હરાવવા તૈયાર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દરેક મોરચે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સોમવારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા હતા. પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય (Pakistan Fund Cut)બંધ કરવાની માંગ કરી હતી. માસાટો ઉપરાંત, નાણામંત્રી ઇટાલીના નાણામંત્રી ગિયાનકાર્લો જિયોર્ગેટ્ટીને મળ્યા છે અને પોતાની માંગણીનું પુનરાવર્તન કર્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદને રક્ષણ અને પ્રોત્સાહન આપનારાઓને નાણાકીય ભંડોળ ન આપવું જોઈએ.
Pahalgam Terror Attack : Bharat-Russia-America એકસાથે! Pakistanના નીકળ્યા ભુક્કા! | Gujarat First https://t.co/tdhCOT9jby
— Gujarat First (@GujaratFirst) May 5, 2025
આ પણ વાંચો -PM Modi Defence meeting: નેવી અને IAF ચીફ બાદ ડિફેન્સ સેક્રેટરીની PM મોદી સાથે બેઠક
પાકિસ્તાનને મદદ કેમ મળે છે?
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં, એડીબી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેવી વિશ્વની ઘણી બેંકો તરફથી અબજો ડોલરની મદદ આપવામાં આવે છે. આ સહાય વિકાસ, આબોહવા પરિવર્તન સામે લડવા,રસ્તા બનાવવા,વીજળી જેવા ક્ષેત્રો માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો -Stock Market : સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ,આ શેર બન્યા રોકેટ
ભારત શા માટે વિરોધ કરી રહ્યું છે?
ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન વિવિધ બેંકોમાંથી મેળવેલા મોટાભાગના નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કરે છે. ભારત માંગ કરે છે કે, તેને FATF ગ્રે લિસ્ટમાં પાછું મૂકવામાં આવે. ભારતે IMF પાસેથી પાકિસ્તાનને મળી રહેલા 7 અબજ ડોલરના પેકેજ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
પહેલગામ હુમલા અંગે નવીનતમ અપડેટ શું છે?
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે,અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જોખમ લેવાના વલણથી સારી રીતે વાકેફ છીએ અને સેનાને છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ છેલ્લા 10 દિવસમાં ત્રણેય સેનાના વડાઓ સાથે અલગ-અલગ બેઠકો કરી છે.જે કાર્યવાહીના સંકેતો આપી રહી છે. સરહદ પર ફિરોઝપુરમાં બ્લેકઆઉટ મોક ડ્રીલ કરવામાં આવી છે, ફાઇટર પ્લેન અને નૌકાદળના યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યા છે અને ભારત રાજદ્વારી સ્તરે પણ સક્રિય છે.