Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Share Market Fall: શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો

Share Market Crash : સ્થાનિક શેરબજારમાં (Stock Market) આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં (West Asia) વધતી જતી અસ્થિરતા અને યુદ્ધના ભણકારાની સીધી અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પર પણ પડી છે. આજે સવારે ટ્રેડિંગની શરૂઆત થતા જ BSE સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 24,300 ના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે સરકી ગયો હતો.
share market fall  શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો  સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો
Advertisement

Share Market Fall: સ્થાનિક શેરબજારમાં (Stock Market) આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં (West Asia) વધતી જતી અસ્થિરતા અને યુદ્ધના ભણકારાની સીધી અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પર પણ પડી છે. આજે સવારે ટ્રેડિંગની શરૂઆત થતા જ BSE સેન્સેક્સ (Sensex) 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 (Nifty 50) ઇન્ડેક્સ 24,300 ના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે સરકી ગયો હતો.

બજારમાં લિસ્ટેડ 30 માંથી 18 કંપનીઓના શેરમાં ગાબડું !

ઉલ્લેખનીય છે કે સવારે 9:20 કલાકે સેન્સેક્સ 284.51 પોઈન્ટના ઘટાડા સાથે 74,061.66 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજારમાં લિસ્ટેડ 30 માંથી 18 કંપનીઓના શેરમાં ગાબડું પડ્યું હતું. જેમાં ટ્રેન્ટ (Trent), ઈન્ફોસિસ (Infosys), HDFC બેંક અને સન ફાર્મા (Sun Pharma) જેવા દિગ્ગજ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા. આ સાથે જ અદાણી પોર્ટ્સ (Adani Ports) અને ટેક મહિન્દ્રા (Tech Mahindra) ના શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.

Advertisement

શેરબજાર કેમ ઘટ્યું?

બજારના નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ઈરાન અને અન્ય દેશો વચ્ચેના વધતા સંઘર્ષને કારણે રોકાણકારો 'સેફ હેવન' તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ડોલર સામે રૂપિયો 7 પૈસાના ઉછાળા સાથે 95.69 પર ખૂલ્યો હતો. નિફ્ટી આઈટી (Nifty IT) અને રિયલ્ટી (Realty) સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, રોકાણકારો શુક્રવારે જાહેર થનારા RBI ની MPC (Monetary Policy Committee) ના નિર્ણયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના કારણે બજારમાં સાવચેતીનો માહોલ છે. આગામી દિવસોમાં વૈશ્વિક સંકેતો મુજબ બજારની દિશા નક્કી થશે.

Advertisement

આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં વધુ કડાકો, દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ ₹1.44 લાખથી નીચે, જાણો તમારા શહેરમાં સોનાનો ભાવ

Tags :
Advertisement

.

×