Petrol Diesel Price : વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વધતા તણાવના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ રુપિયા 113 થી લઈને 115 રુપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય જનતા પર બોજ વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ સંજોગો વચ્ચે સોશિયલ મીડિયા પર EBP અંગે ફેલાતી અફવાઓ પર પેટ્રોલિયમ મંત્રાલયે પૂર્ણવિરામ મુક્યું છે. આ ઘટના પર મંત્રાલયે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે પેટ્રોલ સાથે ઈથેનોલનું મિશ્રણ વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત છે તેનાથી વાહન એન્જિન પર કોઈ નકારાત્મક અસર પડતી નથી. જો કે જૂના વીડિયો અને અફવાઓ દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો સામે નારાજગી વ્યક્ત કરી છે.
આજે ઇંધણના દર શું છે?
આજે નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 છે, જ્યારે કોલકાતામાં તે પ્રતિ લિટર ₹113.47 છે. તેવી જ રીતે, મુંબઈમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹111.21 છે અને ચેન્નાઈમાં તે પ્રતિ લિટર ₹107.76 છે. હૈદરાબાદમાં, પેટ્રોલનો ભાવ ₹115.73 છે. બેંગલુરુમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹110.93 છે.
ડીઝલનો ભાવ શું છે?
આજે નવી દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹95.20 હતો. કોલકાતા અને હૈદરાબાદમાં, ડીઝલનો ભાવ અનુક્રમે ₹99.82 પ્રતિ લિટર અને ₹103.82 પ્રતિ લિટર હતો. મુંબઈમાં તેનો ભાવ 97.83 રૂપિયા અને ચેન્નાઈમાં ડીઝલનો ભાવ 99.55 રૂપિયા નોંધાયો છે.
શા માટે જરૂરી છે ઇથેનોલ?
ભારતની ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને શુદ્ધ રાખવા માટે સરકાર E20 લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. ઇથેનોલના ઉપયોગથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ સાથે જ શેરડીના ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
આ પણ વાંચો : Gold-Silver Rate: ભાવમાં હજુ કેટલો થશે ઘટાડો ? આજે ફરી સોનું અને ચાંદી થઈ સસ્તી, જાણો લેટેસ્ટ ભાવ