Top Silver Reserves Countries :ચાંદીના ભંડારમાં કોણ છે બાદશાહ? ભારતનું સ્થાન જાણીને ચોંકી જશો
- દુનિયામાં સૌથી વધુ ચાંદીનો ભંડાર પેરુ દેશમાં (98,000 ટન)
- ઓસ્ટ્રેલિયા બીજા અને ચીન ત્રીજા નંબરે, મેક્સિકો ટોપ પ્રોડ્યુસર
- ભારત 30,000 ટન ભંડાર સાથે ટોપ-10 લિસ્ટમાં સામેલ
- રાજસ્થાનની ખાણોમાંથી ભારતમાં સૌથી વધુ ચાંદી નીકળે છે
- EV અને સોલર ઉદ્યોગને કારણે ચાંદીની વૈશ્વિક માંગમાં ઉછાળો
Top Silver Reserves Countries : સોનાના વધતા ભાવો વચ્ચે હવે ચાંદી (Silver) પણ રોકાણકારો માટે હોટ ફેવરિટ બની રહી છે. માત્ર ઘરેણાં માટે જ નહીં, પરંતુ સોલર પેનલ (Solar Panels), ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicles - EV) અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વધતી જતી માંગને કારણે ચાંદીને હવે 'ફ્યુચર ગોલ્ડ' માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ચાંદીએ સોના કરતા પણ વધુ સારું રિટર્ન આપ્યું છે, જેના કારણે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પણ તેમાં રસ દાખવી રહી છે. 22 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થયેલા લેટેસ્ટ રિપોર્ટ અને યુએસ જિયોલોજિકલ સર્વે (US Geological Survey - USGS) ના આંકડા મુજબ દુનિયામાં ચાંદીના ભંડારોની સ્થિતિ ચોંકાવનારી છે.
Top Silver Reserves Countries : અહીં છે ચાંદીનો અખૂટ ખજાનો
રિપોર્ટ અનુસાર, ચાંદીના અનામત જથ્થાની બાબતમાં લેટિન અમેરિકન દેશોનો દબદબો જોવા મળે છે.
પેરુ (Peru): 98,000 ટન સાથે પેરુ દુનિયામાં સૌથી વધુ ચાંદીનો ભંડાર ધરાવતો દેશ છે. અહીં ચાંદીની સાથે તાંબુ અને જસત પણ પુષ્કળ મળે છે.
ઓસ્ટ્રેલિયા (Australia): કાંગારૂઓની ભૂમિ ઓસ્ટ્રેલિયા 92,000 ટન રિઝર્વ સાથે બીજા ક્રમે છે.
ચીન (China): ડ્રેગન ગણાતું ચીન 71,000 ટન ભંડાર સાથે ત્રીજા નંબરે છે. ખાસ વાત એ છે કે ચીન ભંડારની સાથે સાથે ચાંદીનો સૌથી મોટો ઉપભોક્તા (Consumer) પણ છે.
પોલેન્ડ (Poland): યુરોપિયન દેશોમાં પોલેન્ડ 67,000 ટન સાથે મોખરે છે.
રશિયા (Russia): 45,000 ટન ચાંદીના જથ્થા સાથે રશિયા પાંચમા સ્થાને આવે છે.
નોંધનીય છે કે, મેક્સિકો (Mexico) ભલે ભંડારની દ્રષ્ટિએ 37,000 ટન સાથે છઠ્ઠા ક્રમે હોય, પરંતુ તે દુનિયાનો સૌથી મોટો ચાંદી ઉત્પાદક (Largest Silver Producer) દેશ છે.
Top Silver Reserves Countries : ભારત પાસે કેટલી ચાંદી છે?
દુનિયામાં ચાંદીના ભંડારોની વાત કરીએ તો ભારત (India) ટોપ-10 દેશોમાં સ્થાન ધરાવે છે. ભારતીય જમીનમાં અંદાજે 28,000 થી 30,000 ટન ચાંદીનો ભંડાર હોવાનું મનાય છે. ભારતમાં ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન (Rajasthan) રાજ્યમાં થાય છે. અહીં આવેલી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (Hindustan Zinc Limited - HZL) ની સિંદેસર ખુર્દ ખાણ (Sindesar Khurd Mine) દેશની સૌથી મોટી ચાંદી ઉત્પાદક ખાણ છે.
ભંડાર ઓછો પણ માંગ સૌથી વધુ
ભારતની સ્થિતિ થોડી રસપ્રદ છે. ભંડારની દ્રષ્ટિએ ભલે ભારત ટોપ-5 માં નથી, પરંતુ ચાંદીની ખપત એટલે કે ડિમાન્ડમાં ભારત દુનિયાના ટોપ-3 દેશોમાં સામેલ છે. ભારતીય સંસ્કૃતિમાં ઘરેણાં અને તહેવારોમાં ચાંદીનું મહત્વ અને હવે ઔદ્યોગિક વપરાશ વધવાને કારણે ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશથી આયાત (Import) કરે છે.
આ પણ વાંચો : ભારતના બજારમાં ગ્રાન્ડ એન્ટ્રી માટે તૈયાર Apple Pay, જાણો શું છે અપડેટ


