Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Crude Oil Price Today: ટ્રમ્પની નવી ધમકીથી ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો ભૂકંપ? જાણો ભારતમાં શું થશે અસર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક આકરા નિવેદને વૈશ્વિક રાજકારણ સહિત આંતરરાષ્ટ્રીય તેલ બજાર (International Oil Market) માં ભારે સસ્પેન્સ ઊભું કર્યું છે. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે આવેલા આ નિવેદનની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર થવાની સંભાવના છે. ગ્લોબલ માર્કેટના આ આંચકાથી ભારતીય બજારમાં ઇંધણના ભાવ કઈ દિશામાં જશે તે સમજવું ખૂબ જ જરૂરી બન્યું છે.
crude oil price today  ટ્રમ્પની નવી ધમકીથી ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો ભૂકંપ  જાણો ભારતમાં શું થશે અસર
Advertisement
  • Crude Oil Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વાન્સે ઈરાનને લશ્કરી હુમલાની નવી ધમકી આપી
  • ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલના ભાવની શું છે સ્થિતિ?
  • ગલ્ફ દેશોની વિનંતી છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ
  • આગામી દિવસોમાં ભારતીય બજારમાં ઇંધણના ભાવ ફરી ભડકે બળવાની આશંકા

Crude Oil Price Today: અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન સામે ફરી એકવાર આકરા લશ્કરી હુમલા (Military Attacks) ની ગંભીર ચેતવણી આપી છે. અમેરિકાના પ્રસ્તાવનો સ્વીકાર નહીં થાય તો, પરિણામ ભોગવવાની વાત કરવામાં આવી છે. આ અગાઉ ગલ્ફ દેશોની વિનંતીના કારણે હુમલો મુલતવી રાખવાની વાત હજુ શાંત થઈ ન હતી ત્યાં જ આ નવો વિવાદ સર્જાયો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ ઈરાન કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો (Nuclear Weapons) વિકસાવી શકશે નહીં, તેવી જાહેરાત કરી છે. આ નવી ધમકીઓના કારણે વૈશ્વિક બજાર (Global Market) માં તેલના ભાવ ગમે ત્યારે વધી શકે છે.

Crude Oil Price Today_GUJARAT 01

Advertisement

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં Crude Oil ના લેટેસ્ટ રેટ Latest Rates

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાના સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે સવારે WTI ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $103.745 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેની સામે બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) નો ભાવ પ્રતિ બેરલ $110.737 ની સપાટી પર પહોંચ્યો હતો. નિષ્ણાતોના મતે ભલે આજે કિંમતો સ્થિર છે, પરંતુ આ ધમકીઓની નકારાત્મક અસર ટૂંક સમયમાં બજાર પર દેખાઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો----- ભારત-ઓમાન વચ્ચે 1 જૂનથી શરૂ થશે મુક્ત વ્યાપાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપ્યા મહત્વના સંકેત!

India માં Petrol અને Diesel ના આજના Prices

સ્થાનિક બજાર (Domestic Market) માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો મોટો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ અગાઉ 15 મે ના રોજ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો તોતિંગ વધારો થયો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 98.64 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 91.58 રૂપિયા પર સ્થિર રહ્યો છે.

Crude Oil Price Today_GUJARAT 0

Crude Oil Price Today: ભારતના આયાત બિલ પર યુદ્ધની સીધી અસર

પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની નાકાબંધી લાંબા સમયથી ચાલી રહી છે. આ યુદ્ધની સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આ વૈશ્વિક કટોકટીના કારણે ભારતનું આયાત બિલ (Import Bill) ખૂબ જ વધી ગયું છે. જો આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરિસ્થિતિ વધુ બગડશે તો ભારતની સરકારી તેલ કંપનીઓ સ્થાનિક બજારમાં કિંમતો વધારવા માટે મજબૂર બનશે.

આ પણ વાંચો----- Petrol Diesel Price Today: દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ 100 ને પાર, જાહેર થયા નવા દરો, જાણો તમારા શહેરની સ્થિતિ?


Tags :
Advertisement

.

×