ટ્રમ્પે ભારતને આપી ધમકી! જે અમને નુકસાન પહોંચાડશે તેના પર લગાવીશું ટૈરિફ
- અમારા માટે અમેરિકા સૌથી પહેલા છે
- ચીન ભારત અને બ્રાઝીલ ખુબ ટેરિફ વસુલે છે
- અમેરિકા હવે જેવા સાથે તેવા થવાના મુડમાં છે
USA News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ટૈરિફ અંગે ધમકી ઉચ્ચારી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, ચીન, ભારત અને બ્રાઝીલનું ના પણ લીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક વાર ફરીથી અમેરિકાના હિતો અંગે ટૈરિફ લગાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જે દેશ અમેરિકાને નુકસાન પહોંચાડશે તેના પર સરકાર ટેરીફ લગાવશે. તેમણે ભારત, ચીન અને બ્રાઝીલનું નામ લેતા કહ્યું કે, આ દેશ અમેરિકા પર સૌથી વધારે ટૈરિફ લગાવે છે.
ફ્લોરિડામાં રિપબ્લિક પાર્ટીનો કાર્યક્રમમાં નિવેદન
ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ટ્રમ્પે હ્યું કે, અમે તે દેશો પર ટૈરિફ લગાવવા જઇ રહ્યા છીએ જેઓ અમને નુકસાન પહોંચાડશે. જો કે આ દેશ પોતાના માટે સારુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જો કે તેમાં નુકસાન થઇ શકે છે.
આ પણ વાંચો : ઘરે નહીં જઈ શકે, જેલ વાનનો ખર્ચ ઉઠાવવો પડશે... આ શરતો પર સુપ્રીમ કોર્ટે તાહિર હુસૈનને પેરોલ આપી
ડોનાલ્ડ ટ્રમ્પે કહી મોટી વાત
કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે બહારી દેશો અને તે લોકો પર ટૈરિફ લગાવવા જઇ રહ્યા છીએ જે વાસ્તવમાં અમને નુકસાન પહોંચાડવા માંગે છે. તેઓ અમને નુકસાન પહોંચાડવા માંગે છે, પરંતુ તેઓ મુળ રીતે પોતાના દેશને સારો બનાવવા માંગે છે. ચીન એક જબરજસ્ત ટૈરિફ નિર્માતા છે. અમે આ યાદીમાં ભારત, બ્રાઝીલ અને અનેક અન્ય દેશ છે. જો કે અમે એવું વધારે નહીં થવા દઇએ અમે અમેરિકાની સૌથી પહેલા રાખીએ છીએ.
પીએમ મોદી સાથે વાત કર્યાના બીજા દિવસે નિવેદન
તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે હાલમાં જ તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં બંન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો : Amreli : ભાવનગર-સોમનાથ NH પર ગમખ્વાર અકસ્માત, કોસ્ટગાર્ડ જવાનનું મોત
અમેરિકાને સમૃદ્ધ બનાવવા માટે જણાવ્યો પોતાનો પ્લાન
ટ્રમ્પે અમેરિકાને ખુબ જ ઝડપથી વધારે સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે ખુબ જ નિષ્પક્ષ પ્રણાલીની વાત પણ કરી. તેમણે કહ્યું કે, અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા માટે પોતાના નાગરિકો પર કર લગાવવાના બદલે આપણે પોતાના નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી શક્તિઓ પર શુલ્ક લગાવીશું અને કર લગાવીશું. તેમણે આગળ કહ્યું કે, જો ભારત ચીન અથવા બ્રાઝીલની કંપનીઓને હાઇ ટૈરિફથી બચવું છે તો તેમને અમેરિકામાં જ પોતાની ફેક્ટરીઓ લગાવવી પડશે.
આ પણ વાંચો : Mahakumbh: રશિયાના વિશ્વદેવાનંદગિરિ સંસ્કૃતમાં શ્લોકો બોલે છે, પાયલોટ બાબાએ દિક્ષા આપી