DP Growth : ટ્રમ્પના ટેરિફની ટાઈ-ટાઈ ફિશ, બુલેટની સ્પીડે દોડી ભારતના વિકાસની ગાડી
DP Growth : ભારતીય અર્થવ્યવસ્થા (DP Growth) એ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન ક્વાર્ટર)માં GDP ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે. જ્યારે અનુમાન 6.7 ટકાનું હતું. ગયા વર્ષે સમાન સમયગાળામાં GDP ગ્રોથ રેટ 6.5 ટકા હતો. ત્રિમાસિક ધોરણે અર્થવ્યવસ્થા (Indian Economy) માં તેજી નોંધાઈ છે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 7.4 ટકા હતો.
રોકાણમાં સતત વધારો (DP Growth)
વર્તમાન રિપોર્ટ દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆતમાં સારી ગતિએ આગળ વધી રહી છે. ખાસ કરીને સેવા ક્ષેત્ર (Tertiary Sector)માં તેજી, રોકાણમાં સતત વધારો અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત છે.નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક સ્થાનિક ઉત્પાદનમાં 7.8%નો ગ્રોથ થયો છે, જે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાના 6.5%ના ગ્રોથ રેટ કરતાં ઘણો વધારે છે. આ ઉપરાંત, સેવા ક્ષેત્રમાં શાનદાર ગ્રોથને કારણે ભારતીય અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.6%નો વાસ્તવિક GVA ગ્રોથ રેટ પણ નોંધાવ્યો છે.
આ પણ વાંચો -Reliance AGM 2025 : Jioના IPOથી લઈને AI ટેકનોલોજી મુદ્દે મુકેશ અંબાણીની મોટી જાહેરાત
ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર
સરકારી આંકડા અનુસાર, કૃષિ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે GDP વૃદ્ધિ દરમાં વધારો થયો છે. ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું છે, કારણ કે એપ્રિલ-જૂનમાં ચીનનો GDP વૃદ્ધિ દર 5.2 ટકા હતો.
આ પણ વાંચો -Report : અમેરિકા જોતું રહી જશે અને ભારત 2038 સુધીમાં બની જશે વિશ્વની..!
જાન્યુઆરી-માર્ચ 2024માં GDP વૃદ્ધિ દર 8.4 ટકા હતો
ડેટા અનુસાર, આ પહેલાનો સૌથી વધુ GDP વૃદ્ધિ દર જાન્યુઆરી-માર્ચ 2024માં 8.4 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) ના ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રે 3.7 ટકાનો વિકાસ નોંધાવ્યો હતો, જે 2024-25ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 1.5 ટકા હતો. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર નજીવો વધીને 7.7 ટકા થયો છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 7.6 ટકા હતો.