Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Turkey : પાકિસ્તાનની પનોતી તુર્કીયેને લઈ ડૂબી, આર્થિક વ્યવસ્થા કથળી ગઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં તુર્કીયે (Turkey) એ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. તુર્કીયેને આ ભૂલ ભારે પડી રહી છે. તેની આર્થિક વ્યવસ્થા કથળી ગઈ છે (Economy Collapsed) પણ હવે બહુ મોડું થઈ ગયું છે. વાંચો વિગતવાર.
turkey   પાકિસ્તાનની પનોતી તુર્કીયેને લઈ ડૂબી  આર્થિક વ્યવસ્થા કથળી ગઈ
Advertisement
  • India-Pakistan conflict માં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો
  • Turkey ને પાકિસ્તાનને સાથ આપવો ભારે પડ્યો છે
  • ભારતે તુર્કીયેની ચીજ-વસ્તુઓ અને ટૂર્સનો બહિષ્કાર કર્યો છે
  • તુર્કીયેને President Erdogan ની અણઘડ નીતિઓ ડૂબાડી રહી છે

Turkey : ગુજરાતીમાં કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય. આ કહેવત તુર્કીયે (Turkey) માટે યથાર્થ સાબિત થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ (India-Pakistan conflict) માં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. તુર્કીયેને આ ભૂલ એટલી ભારે પડી છે કે અત્યારે આ દેશ 'ભીખારી' બની ગયો છે. તુર્કીયેની આર્થિક વ્યવસ્થા કથળી ગઈ છે. તુર્કીયે દેશની તીજોરી તળિયાજાટક થઈ રહી છે. તુર્કીયેને અત્યારે ઉધાર માંગવાનો વારો આવ્યો છે.

ભારતના બહિષ્કારથી બેહાલ બન્યું તુર્કીયે

ભારત દ્વારા તુર્કીયેની ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરવાથી તેની અર્થવ્યવસ્થા વધુ ખરાબ (Economy Collapsed) થઈ રહી છે, જે પહેલાથી જ સંકટમાં હતી. પાકિસ્તાનને ટેકો આપવાને કારણે ભારતે તુર્યેકી સાથેના અનેક આર્થિક સોદા રદ કર્યા છે. રાજકીય અસ્થિરતા અને કથળેલ આર્થિક વ્યવસ્થાને કારણે તુર્કીયે નાદારી નોંધાવવા તરફ આગળ વધી રહ્યો છે.

Advertisement

રોઈટર્સ પોલ

વિશ્વ વિખ્યાત સંસ્થા રોઈટર્સ (Reuters) દ્વારા કરવામાં આવેલા એક પોલ મુજબ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તુર્કીયેનો આર્થિક વિકાસ દર 2.3% રહેવાની ધારણા છે. ભારતમાં તુર્કીયેની ચીજ-વસ્તુઓ અને વિવિધ સર્વિસીઝનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેથી તુર્કીયેનું આર્થિક સંકટ વધુ ઘેરું બની શકે છે. ભારત અને તુર્કીયે વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધો ઝડપથી બગડી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન તુર્કીયેએ પાકિસ્તાનને આપેલું સમર્થન છે.

Advertisement

Turkey Economy Collapsed Gujarat First+++

Turkey Economy Collapsed Gujarat First+++

Turkey Economy Collapsed Gujarat First++આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, કેમ બંને દેશોની સેનાઓ સામસામે આવી?

પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થા બની બેહાલ

તુર્કીયેની અર્થવ્યવસ્થા પહેલેથી જ નબળી હતી. તેમાંય તેને પાકિસ્તાનને સાથ આપતા ભારતે તેનો બહિષ્કાર કરી દીધો છે. તેનાથી આ નબળી અર્થવ્યવસ્થા બેહાલ બની ગઈ છે. ભારતે તુર્કીયે સાથેનો એક મોટા જહાજ નિર્માણ કરાર રદ કર્યો છે. અન્ય ઘણા આર્થિક બહિષ્કારના નિર્ણયો લેવાયા છે. ભારતીયો તુર્કીયેની ચીજ-વસ્તુઓની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત તુર્કીયેમાં બૂક થયેલ ટૂર્સ પણ કેન્સલ થઈ રહી છે. જેથી તુર્કીયેની અર્થવ્યવસ્થા અને રાજકીય પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જો તુર્કીયે ભારત સાથે સંબંધો સુમેળભર્યા નહિ બનાવે તો તેની નાદારી નક્કી છે.

President Erdogan ની અણઘડ નીતિઓ

તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગન (President Erdogan) ની વિવાદાસ્પદ નાણાકીય નીતિને કારણે તેની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. રાષ્ટ્રપતિ એર્દોગને વ્યાજ દરમાં વધારો કર્યો નહીં, જાહેર ખર્ચ પર નિયંત્રણ રાખ્યું નહીં અને રાજકીય સાથીઓને મેગા પ્રોજેક્ટ્સ આપ્યા. જેથી તુર્કીયેના વિદેશી હૂંડિયામણમાં ભારે ઘટાડો નોંધાયો. તુર્કીયેની સરકારી તિજોરી પણ ખાલી થઈ ગઈ. તુર્કીયેનું ચલણ લીરા ડોલર સામે સતત ધોવાતું રહ્યું છે. મે 2025માં તે યુએસ ડોલર સામે 38.7 જેટલું થયું છે. વૈશ્વિક કંપનીઓ તુર્કીયેના બજારમાં રોકાણ કરવામાં અચકાઈ રહી છે. એર્દોગન કદાચ દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને મજબૂત બનાવવા માંગતા હશે પરંતુ દાવ અવળો પડ્યો છે. તુર્કીયેમાં ખોરાક, બળતણ અને રહેઠાણ જેવી મૂળભૂત અને જીવન જરુરીયાતની વસ્તુઓ પણ સામાન્ય નાગરિકો માટે મોંઘી થઈ રહી છે.

આ પણ વાંચોઃ Viral Video : પત્નીનો થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×