Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Budget 2025 : શું તમે FD માં રોકાણ કર્યું છે ? લાગી શકે છે આટલો ફ્લેટ Tax!

અત્યાર સુધી, એફડીમાંથી મેળવેલા નફા પર સ્લેબ આધારિત ટેક્સ વસૂલવામાં આવે છે.
union budget 2025   શું તમે fd માં રોકાણ કર્યું છે   લાગી શકે છે આટલો ફ્લેટ tax
Advertisement
  1. FD માં રોકાણ કરનારાઓ માટે મહત્ત્વનાં સમાચાર (Union Budget 2025)
  2. બજેટમાં, તમામ FD પર ફ્લેટ 15% ટેક્સ લાદવાની થઈ શકે છે જાહેરાત!
  3. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ સરકારને કર્યું સૂચન!

Union Budget 2025 : જો તમે FD માં (Fixed Deposit) રોકાણ કરવું પસંદ કરો છો તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. આ વખતે બજેટમાં, તમામ FD પર ફ્લેટ 15% ટેક્સ લાદવાની જાહેરાત થઈ શકે છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ આ સંદર્ભમાં સરકારને એક સૂચન આપ્યું છે. અત્યાર સુધી, એફડીમાંથી મેળવેલા નફા પર સ્લેબ આધારિત ટેક્સ વસૂલવામાં આવે છે.

જણાવી દઈએ કે, SBI એ તેનો પ્રી-બજેટ રિપોર્ટ 'યુનિયન બજેટ 2025-26 ની પ્રસ્તાવના' રજૂ કર્યો છે, જેમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે તમામ પ્રકારની FD માંથી વ્યાજના રૂપમાં મેળવેલા નફા પર 15% નો ફ્લેટ ટેક્સ લાદવો જોઈએ. આ દરખાસ્તનો ઉદ્દેશ્ય ડિપોઝિટ ટેક્સેશનને ઇક્વિટી સાથે જોડવાનો અને બેંક લિક્વિડિટીને સ્થિર કરવાનો છે. જો કે, આના કારણે સરકારને વાર્ષિક 10,408 કરોડ રૂપિયાનું રેવેન્યૂ નુકસાન થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - LIVE: Union Budget 2025 Live : નિર્મલા સીતારમણ પહોંચ્યા નાણા મંત્રાલય 

Advertisement

FD પરની ટેક્સ સિસ્ટમ

એફડી પર મળતું વ્યાજ હાલમાં સ્લેબ સિસ્ટમ પર આધારિત છે. આ વાર્ષિક 5 થી 30 ટકા છે. એફડીમાંથી મળતું વ્યાજ તે વ્યક્તિની આવકમાં ઉમેરવામાં આવે છે. પછી એ વ્યક્તિને તેની આવક જે સ્લેબમાં આવે છે તે મુજબ આવકવેરો ચૂકવવો પડે છે. તે જ સમયે, જો વાર્ષિક વ્યાજ આવક 40 હજાર રૂપિયાથી વધુ હોય, તો તેના પર 10 ટકા TDS ચૂકવવો પડે છે.

બચત ખાતાઓ પર મોટી છૂટ!

માહિતી અનુસાર, SBI એ બચત ખાતામાંથી મળતા વ્યાજ પર કર મુક્તિની મર્યાદા વધારવાની પણ ભલામણ કરી છે. અત્યાર સુધી, ખાતામાં જમા કરાયેલી રકમ પર 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર કર મુક્તિ ઉપલબ્ધ હતી. SBI એ ભલામણ કરી છે કે આ મર્યાદા વધારીને 20 હજાર રૂપિયા કરવામાં આવે.

આ પણ વાંચો - Union Budget 2025: બજેટ દરમિયાન લોકોની ચાંપતી નજર રહેશે શેરબજાર પર

સરકાર પર બોજ વધશે

જો આ બંને ભલામણો લાગુ કરવામાં આવે તો સરકાર પર બોજ વધશે. બંને ભલામણોનાં અમલીકરણથી વાર્ષિક 11,965 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ભારતનાં નાણાકીય વર્ષ 2026 ના અંદાજિત GDP રૂ. 357.2 લાખ કરોડનાં 0.14% છે.

આજે રજૂ થશે બજેટ

કેન્દ્રીય બજેટ 2025 (Union Budget 2025) આજે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી છે. તે જ સમયે, કાપડ અને રેલવે જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોનાં બજેટમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પણ વાંચો - RajKot : PMJAY માંથી વધુ 15 હોસ્પિટલ સસ્પેન્ડ, તપાસમાં મોટો ખુલાસો થતાં કાર્યવાહી!

Tags :
Advertisement

.

×