Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Budget 2025 Live : સામાન્ય નાગરિક માટેનું બજેટ : PM મોદી

union budget 2025 live   સામાન્ય નાગરિક માટેનું બજેટ   pm મોદી
Advertisement

Union Budget 2025 :દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જો કે, બીજી તરફ સામાન્ય પ્રજા બજેટમાં કોઈ ખાસ ફેરફાર થશે કે નહી તેને લઈ સામાન્ય પ્રજા રાહ જોઈને બેઠી છે.મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. આ બજેટમાં સરકાર ટેક્સ પેયર્સને પણ મોટી રાહત આપી શકે છે.Gujarat first ડિજીટલ પર તમને સતત કેન્દ્રીય બજેટના લાઈવ સમાચાર મળી શકશે.

Advertisement

Advertisement

આ સામાન્ય માણસનું બજેટ છે : PM મોદી

February 1, 2025 2:47 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા સામાન્ય બજેટ પર કહ્યું કે આ લોકોનું બજેટ છે. આ મલ્ટિપ્લાયર્સ માટેનું બજેટ છે. નાણામંત્રીને સારા બજેટ માટે અભિનંદન. આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે. સુધારા તરફ મોટું બજેટ છે. આનાથી મોટો બદલાવ આવશે. આ એક એવું બજેટ છે જે વિકસિત ભારતના મિશનને વધારશે. સામાન્ય માણસના ખિસ્સા ભરવાનું આ બજેટ છે.

12 લાખ સુધીની આવક ટેકસ મુકત : PM મોદી

February 1, 2025 2:47 pm

નાણા પ્રધાન અને તેમની ટીમને અભિનંદન આપું છુ.બજેટથી મોટું પરિવર્તન આવશે,રોજગારના દરેક ક્ષેત્રને પ્રાથમિકતા અપાઈ

રિફોમની દિશામાં મહત્વનું પગલું : PM મોદી

February 1, 2025 2:46 pm

જનતા જનાર્દન માટેનું બજેટ છે,ટૂરિઝમથી નવી રોજગારી થશે,બજેટમાં પ્રવાસન પર જોર અપાયું છે

સામાન્ય નાગરિક માટેનું બજેટ : PM મોદી

February 1, 2025 2:46 pm

જનતાના બજેટ માટે નાણામંત્રીનો આભાર,વિકસિત ભારતના મિશનને મજબૂત કરનારૂ બજેટ છે,આ બજેટ આમ જનતાનું છે.

વિકસિત ભારતને મજબૂત કરનારૂ બજેટ : PM મોદી

February 1, 2025 2:46 pm

દરેક ભારતીયનું સપનું પુરૂ કરવા માટેનું બજેટ છે,બજેટથી બચત અને રોકાણ થશે

બજેટથી વિકાસને વેગ મળ્યો : PM મોદી

February 1, 2025 2:45 pm

સુંદર બજેટ માટે નાણામંત્રીને ધન્યવાદ છે,કિસાન ક્રેડિટ કાર્ડની મર્યદા 5 લાખની કરાઈ છે,ટેકસમાં ઘટાડો કરવાથી મધ્યમ વર્ગને ફાયદો થશે

વીમા ક્ષેત્ર માટે 100 ટકા FDI: નાણામંત્રી નિર્મલા સીતારમણ

February 1, 2025 2:02 pm

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “વીમા ક્ષેત્ર માટે એફડીઆઈ મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે. આ વધેલી મર્યાદા ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરતી કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે. "વિદેશી રોકાણ સંબંધિત હાલની સુરક્ષા અને શરતોની સમીક્ષા કરવામાં આવશે અને તેને સરળ બનાવવામાં આવશે."

બજેટમાં બિહારને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું: કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય

February 1, 2025 2:02 pm

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કેન્દ્રીય બજેટ પર કહ્યું, “સમગ્ર દેશની સાથે બિહારને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. બિહારમાં બહુ મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ બજેટ ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના કલ્યાણમાં મદદરૂપ થવાનું છે આ બજેટ રોજગારીની તકો પૂરી પાડતું બજેટ છે અને PM મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરતું બજેટ છે. બિહારમાં મખાના બોર્ડની સ્થાપના અને કોસી પ્રદેશ માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ઘણી મદદ કરશે. "બિહારના કલ્યાણ અને વિકાસ માટે કરવામાં આવેલી જોગવાઈઓ માટે વડાપ્રધાન અને નાણામંત્રીનો ખૂબ ખૂબ આભાર."

કેન્સર અને ગંભીર રોગોની 36 દવાઓ સસ્તી થશે… સરકારે જાહેરાત કરી

February 1, 2025 2:02 pm

નાણામંત્રીએ કહ્યું કે કેન્સર અને ગંભીર રોગો માટેની 36 દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. કોબાલ્ટ પ્રોડક્ટ્સ, એલઈડી, ઝિંક, લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ અને 12 ક્રિટિકલ મિનરલ્સ પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી લાગશે.

બજેટ પર બોલ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

February 1, 2025 2:01 pm

અમિત શાહે બજેટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બજેટ-2025 દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફ મોદી સરકારના વિઝનની બ્લુપ્રિન્ટ છે. ખેડૂતો, ગરીબ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યથી લઈને સ્ટાર્ટ અપ, ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેતું આ બજેટ મોદીજીના આત્મનિર્ભર ભારત માટેનો રોડમેપ છે. આ સર્વસમાવેશક અને દૂરંદેશી બજેટ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું

કેન્દ્રીય બજેટ પર પૂર્વ DyCM નીતિન પટેલની પ્રતિક્રિયા

February 1, 2025 2:01 pm

સરકારે મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે,દરેક સેક્ટર માટે લાભદાયી બજેટ છે,દવાઓને લઇ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે,કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી છે,ખેડૂતોને વધુ સહાય મળે તેવી જાહેરાત,ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ સસ્તી થશે,મધ્યમ વર્ગ માટે આવાસ બનાવવાની જાહેરાત થઇ છે,હવાઇ સેવાની કનેક્ટિવિટી વધારવામાં આવી છે,દરેક રાજ્યોમાં ડોક્ટર્સની અછતનો પ્રશ્ન છે,સરકારે મેડિકલ કોલેજમાં બેઠકો વધારવા જાહેરાત કરી,વધુ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે,મેડિકલ કોલેજોમાં દર વર્ષે 10 હજાર બેઠકો વધશે,બહાર જઇને મેડિકલનો અભ્યાસ કરવાનું ઓછુ થશે,‘ભારતમાં જ હવે વધુ વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ કરી શકશે.

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત

February 1, 2025 12:33 pm

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે સરકાર સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડશે. પહેલી વાર, સરકાર 5 લાખ મહિલાઓ, SC અને ST ઉદ્યોગસાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

બજેટનું એલાન થતા જ શેર માર્કેટ પડી ભાંગ્યું

February 1, 2025 12:17 pm

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ બિલની જાહેરાત કરી છે, જે આવતા સપ્તાહથી અમલમાં આવશે. પરંતુ શેરબજારને આ જાહેરાત પસંદ ન આવી અને અચાનક જ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 111.15 પોઈન્ટ ઘટીને 23,397.25 પર, જ્યારે સેન્સેક્સ આજે 300 પોઈન્ટથી વધુ ઘટીને 77,193.22 પર ટ્રેડ કરી રહ્યો છે. શેરબજારમાં દબાણ હોવા છતાં સરકારી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. RVNLમાં 5 ટકાનો ઉછાળો છે, IRBમાં પણ 5 ટકાનો ઉછાળો છે, Mazagon Dock, BDL અને NHPC જેવા શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

હવે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે

February 1, 2025 12:16 pm

આ બજેટમાં નાણામંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં

7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે

February 1, 2025 12:15 pm

બજેટ ભાષણ દરમિયાન, નાણામંત્રીએ કહ્યું કે સરકારે 7 ટેરિફ દરો દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પછી ફક્ત 8 ટેરિફ દરો જ રહેશે. સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત

February 1, 2025 12:12 pm

નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ મુક્તિ ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ટીડીએસ-ટીસીએસ ઘટાડવામાં આવશે.

વીમા ક્ષેત્રે 100 % વિદેશી રોકાણને મંજૂરી

February 1, 2025 12:12 pm

ઇશ્યોરન્સમાં 100 % FDIને મંજૂરી અને વીમા ક્ષેત્રે વિદેશી રોકાણ 74%થી વધીને 100 % થશે

કેન્સરની દવાઓ સસ્તી થશે

February 1, 2025 12:07 pm

જીવનરક્ષક દવાઓ સસ્તી થશે. કેન્સરની દવાઓ સસ્તી થશે. LED-LCD ટીવીના ભાવ ઘટશે. આના પર લાદવામાં આવતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. લિથિયમ આયન બેટરી સસ્તી થશે. EV અને મોબાઈલની બેટરી સસ્તી થશે. વણકરો દ્વારા વણાયેલા કપડાં સસ્તા થશે. ચામડાની બનેલી વસ્તુઓ સસ્તી થશે. દરિયાઈ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી 30 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15 થી ઘટાડીને 5 કરવામાં આવી.

યુરિયા ખાતરને લઈ સમસ્યા દૂર થશે

February 1, 2025 12:07 pm

આસામના નામરૂપમાં વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવામાં આવશે, પૂર્વીય ક્ષેત્રમાં ત્રણ બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલવામાં આવ્યા છે, આ યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે.

આવકવેરાનું નવું બિલ આવતા સપ્તાહે આવશે

February 1, 2025 11:57 am

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી સપ્તાહે નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.

સરકારી શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરાશે

February 1, 2025 11:54 am

યુવા દિમાગમાં જિજ્ઞાસા, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારને પ્રોત્સાહન આપવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત થઈ

February 1, 2025 11:54 am

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

બિહારમાં 3 નવા એરપોર્ટ બનશે

February 1, 2025 11:48 am

સંશોધન માટે 20 હજાર કરોડ રૂપિયાની જાહેરાત. બિહારમાં 3 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવામાં આવશે.

ટુરીઝમ પર્યટનને લઈને મોટી જાહેરાત

February 1, 2025 11:46 am

લાંબા સમયથી પેન્ડિંગ રહેલા 50 હજાર મકાનો બનાવવામાં આવશે. 50 પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવશે. UDAN યોજનામાં 100 નવા શહેરો જોડાશે. મેડિકલ ટુરીઝમને વેગ મળશે. વિઝા નિયમો હળવા કરવામાં આવશે.

એરપોર્ટને લઈ મોટી જાહેરાત

February 1, 2025 11:45 am

120 નવા સ્થળો માટે એરપોર્ટ યોજનાની જાહેરાત. UDAN યોજના દ્વારા 4 કરોડ નવા મુસાફરોને જોડવાનો લક્ષ્યાંક. બિહારમાં નવા ક્ષેત્રના એરપોર્ટ ખુલશે. પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે.

મસ્તય ઉધોગને લઈ મોટી જાહેરાત કરાઈ

February 1, 2025 11:45 am

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે ઉત્પાદન મિશન મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેશે.

માછલી ખેડુતો માટે મોટી જાહેરાત

February 1, 2025 11:43 am

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે, ઉત્પાદન મિશન મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેશે.

અત્યાર સુધીના બજેટમાં કરાઇ આ મોટી જાહેરાતો

February 1, 2025 11:43 am

આગામી 6 વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત, કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આનાથી દેશનો ટેક્સટાઇલ બિઝનેસ મજબૂત થશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની રચના થશે, તેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.

ફૂટવેર માટે તૈયાર પ્લાન

February 1, 2025 11:42 am

નાણામંત્રીએ કહ્યું કે, ભારતના ફૂટવેર અને લેધર સેક્ટર માટે સહાય ઉપરાંત નોન-લેધર ફૂટવેર માટેની પણ યોજના છે. 22 લાખ રોજગાર અને રૂ. 4 લાખ કરોડનું ટર્નઓવર અને રૂ. 1.1 લાખ કરોડથી વધુની નિકાસની અપેક્ષા છે.

પોસ્ટને લઈને નાણામંત્રીની મોટી જાહેરાત

February 1, 2025 11:42 am

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ઈન્ડિયા પોસ્ટને એક વિશાળ જાહેર લોજિસ્ટિક્સ સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવશે.

IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે - નાણામંત્રી

February 1, 2025 11:41 am

બજેટમાં IITની ક્ષમતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. 5 IITમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તેમજ IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.

MSME સેક્ટરના વિકાસને લઈ નાણામંત્રીનું નિવેદન

February 1, 2025 11:41 am

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે MSME સેક્ટરનો વિકાસ થાય. એક કરોડથી વધુ નોંધાયેલા MSME છે. તેની સાથે કરોડો લોકોની રોજગારી જોડાયેલી છે. આ ભારતને મેન્યુફેક્ચરિંગ હેડ બનાવે છે. જેથી તેમને વધુ પૈસા મળી શકે, તેમાં અઢી ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. તેનાથી યુવાનોને રોજગારી મળશે. અમે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ.10 કરોડ કરીશું.

ગીગ કામદારો માટે મોટી જાહેરાત

February 1, 2025 11:39 am

નિર્મલા સીતારમણે બજેટમાં ગીગ વર્કર્સ માટે મોટી જાહેરાત કરી. 1 કરોડ ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષા મળશે. તેમની નોંધણી ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવશે.

બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે જાહેરાત

February 1, 2025 11:35 am

બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે આ પ્રદેશમાં ફૂડ પ્રોસેસિંગ તકનીકોના જ્ઞાનને પ્રોત્સાહન આપવામાં આવશે. આગામી એક વર્ષમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે. આગામી 5 વર્ષમાં 75000 બેઠકો વધારવાનું લક્ષ્ય છે. IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. અમે ૫૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે એક AI સંસ્થા સ્થાપીશું. શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાઓમાં પુસ્તકો પૂરા પાડશે. ૫ રાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. 23 IIT માં શિક્ષકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

બજેટમાં સીતારમણની મોટી જાહેરાતો

February 1, 2025 11:30 am

01-MSME માટે લોન 5 કરોડથી વધીને 10 કરોડ રૂપિયા થઈ 02-ડેરી અને ફિશરી માટે રૂ. 5 લાખ સુધીની લોન 03-આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. 04-સ્ટાર્ટ અપ માટે 10 હજાર કરોડનું ફંડ 05-ચામડાની યોજના દ્વારા 22 લાખ લોકોને રોજગાર 06-ભારતને ટોય હબ બનાવશે 07-રમકડાં માટે રાષ્ટ્રીય યોજનાની રચના

અમે ભારતને રમકડાંનું વૈશ્વિક કેન્દ્ર બનાવીશું - નાણામંત્રી

February 1, 2025 11:29 am

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતને રમકડાંનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે. આ માટે એક યોજના શરૂ કરવામાં આવશે. ઇકોસિસ્ટમના વિકાસ પર ભાર મૂકવામાં આવશે જેના પરિણામે ઉચ્ચ ગુણવત્તાવાળા પર્યાવરણને અનુકૂળ રમકડાંનું ઉત્પાદન થશે.

ઉદ્યોગો માટે મહત્વની જાહેરાત કરાઈ

February 1, 2025 11:26 am

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો 7.5 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યા છે. આ MSME, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં 45 ટકા યોગદાન આપી રહ્યા છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે. ગેરંટી કવર સાથે તેને 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 1.5 લાખ કરોડ સુધીની લોન મળશે. સ્ટાર્ટ અપ માટે રકમ રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં ઘટાડો થશે

નિર્મલા સીતારમણે બજેટ 2025 ના મુખ્ય ક્ષેત્રોની યાદી આપી.

February 1, 2025 11:24 am

A. વિકાસને વેગ આપો B.સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરો C.ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું D.ઘરગથ્થુ ખર્ચમાં વધારો, અને E .ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો. નાણામંત્રી સીતારમણ કહે છે કે બજેટ વિકાસને વેગ આપવાના અમારી સરકારના પ્રયાસોને ચાલુ રાખે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ચાલુ રાખી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની MSME માટે મોટી જાહેરાત

February 1, 2025 11:24 am

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે MSMEs ને વધુ વ્યાપક રીતે વિસ્તરણ કરવામાં મદદ કરવા માટે વર્ગીકરણ સાથે મર્યાદા વધારીને બમણી કરવામાં આવશે. આનાથી રોજગારીનું સર્જન થશે. લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, સ્ટાર્ટઅપ માટે લોન 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવશે.

NCDC ને સહાય આપવામાં આવશે - નાણામંત્રી નિર્મલા સીતારમણ

February 1, 2025 11:21 am

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સહકારી મંડળીઓ દ્વારા NCDC ને સહાય પૂરી પાડશે.

અમે ઇકોનોમીને ગતિ આપીશું : નિર્મલા સીતારમણ

February 1, 2025 11:16 am

નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે અર્થવ્યવસ્થાને ગતિ આપીશું.મધ્યમ વર્ગ પર ધ્યાન આપીશુ,અમારી પ્રાથમિક્તા સ્વાસ્થ્ય અને રોજગાર પર,દેશની પ્રગત્તિ નિશ્ચિત,બજેટમાં ગરીબ, યુવાનો, મહિલાઓને પ્રાથમિક્તા,આગામી 5 વર્ષ વિકાસના રહેશે,100 જિલ્લામાં ધન-ધાન્ય કૃષિ યોજના,કૃષિ વિકાસથી ગામડાઓને સમૃદ્ધિ મળશે. .

નાણામંત્રી નું બજેટ ભાષણ શરૂ, સપા સાંસદોએ કુંભ મુદ્દે હંગામો મચાવ્યો

February 1, 2025 11:11 am

નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહી છે. તેની શરૂઆત પહેલા જ સપાના સાંસદોએ કુંભના મુદ્દે સંસદમાં હંગામો મચાવ્યો હતો.

PM મોદીએ કહ્યું કે, આ જ્ઞાનનું બજેટ

February 1, 2025 11:10 am

સૂત્રોનું માનીએ તો PM મોદીએ તેમના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે, આ બજેટ સામાન્ય માણસ માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું આ બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાનો, અન્નદાતા અને સ્ત્રી શક્તિ)નું બજેટ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા નાણા મંત્રી નિર્મલા સીતારમણ

February 1, 2025 10:00 am

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્યમંત્રી નાણા પંકજ ચૌધરી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા, ટૂંક સમયમાં બજેટ કરશે રજૂ

February 1, 2025 9:32 am

આજે બજેટ રજૂ થાય તે પહેલા સંસદભવનમાં સવારે 10.25 કલાકે કેબિનેટની બેઠક મળશે, જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. દરમિયાન બજેટની નકલ સંસદ ભવન પહોંચી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે.

નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

February 1, 2025 9:05 am

રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપશે, સંસદમાં 11 વાગ્યે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થશે

પેટ્રોલ અને ડીઝલ ભાવમાં ઘટવાની સંભાવના

February 1, 2025 8:45 am

2024-25 ના બજેટમાં, મોદી સરકારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને ઉર્જા માળખાગત સુવિધાઓ માટે 1.19 ટ્રિલિયન રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. સરકારે પેટ્રોલિયમ સબસિડી ઘટાડી દીધી હતી. આ વખતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જો આવું થશે તો પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે. આનાથી પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે તો લોકોને ફાયદો થશે.

મધ્યમ વર્ગને હોમ લોન અંગે રાહતની આશા

February 1, 2025 8:24 am

કેન્દ્રીય બજેટ 2025-26માં હોમ લોન અંગે મોટી જાહેરાત થઈ શકે છે. લોકોને આશા છે કે નાણામંત્રી ઘર ખરીદવાનું સરળ બનાવી શકશે. નાણામંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ MIG શ્રેણી માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના (CLSS) ફરી શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. આ યોજના હેઠળ, પાત્ર લાભાર્થીઓને 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી હતી.

કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાતની સંભાવના

February 1, 2025 8:23 am

બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) ની રકમ વધારી શકાય છે. એવી અપેક્ષા છે કે સરકાર યોજનાની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે છે.

ઈન્કમ ટેક્સમાં ફેરફારની અપેક્ષા

February 1, 2025 8:22 am

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ 2025માં આવકવેરા સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી શકે છે. નવી કર વ્યવસ્થામાં ૧૦ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થવાની અપેક્ષા છે.

પુરીમાં બજેટ 2025 રેતી કલા

February 1, 2025 8:22 am

ઓડિશાના પુરીમાં રેતી કલાકાર સુદર્શન પટનાયકે કેન્દ્રીય બજેટ 2025 પર રેતીની કલાકૃતિ બનાવી છે.

This Live Blog has Ended
Advertisement

.

×