ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Union Cabinet Meeting: કેન્દ્રીય સરકારનો ખેડૂત લક્ષી મોટો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ 14 ખરીફ પાકની MSPમાં સરકારે કર્યો વધારો નાઈજરસીડમાં રૂ.820 પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો રાગીમાં રૂ.596, કપાસમાં રૂ.589 પ્રતિ ક્વિન્ટલ વધારો તલની MSPમાં રૂ.579 પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો ખેડૂતોને લોન વ્યાજમાં માફીની અંગેની જાહેરાત...
04:03 PM May 28, 2025 IST | Hiren Dave
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ 14 ખરીફ પાકની MSPમાં સરકારે કર્યો વધારો નાઈજરસીડમાં રૂ.820 પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો રાગીમાં રૂ.596, કપાસમાં રૂ.589 પ્રતિ ક્વિન્ટલ વધારો તલની MSPમાં રૂ.579 પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો ખેડૂતોને લોન વ્યાજમાં માફીની અંગેની જાહેરાત...
Ashwini Vaishnav

Union Cabinet Meeting: આજે પીએમ આવાસ સ્થાને PM મોદીની કેબિનેટ બેઠક(Cabinet Meeting) મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે, ખરીફ પાકો પર MSP નક્કી કરવામાં આવી છે જે ખર્ચ કરતાં 50 ટકા વધુ MSPની મંજૂરી અપાઇ છે. કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઇને મહત્વના 3 નિર્ણયો લેવાયા છે. અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav)જણાવ્યુ કે સરકાર સતત એમએસપીમાં વધારો કરી રહી છે. જેને કારણે 7.71 કરોડ ખેડૂતોને ફાયદો થશે.ખેડૂતોને સસ્તા દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

ડાંગરની MSP કેટલી ?

કેન્દ્ર સરકારે ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર સહિત 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે એટલે કે 28 મેના રોજ આ નિર્ણય લીધો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડાંગરની નવી MSP 2,369 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉની MSP કરતા 69 રૂપિયા વધુ છે.

50 ટકા વધુ MSPને મંજૂરી

કપાસની નવી MSP રૂ.7,710 નક્કી કરવામાં આવી છે. કપાસની બીજી જાતની MSP રૂ. 8,110 નક્કી કરવામાં આવી છે જે પહેલા કરતા 589 રૂપિયા વધુ છે. નવી MSP સરકાર પર 2 લાખ 7 હજાર કરોડ રૂપિયાનો બોજ નાખશે. આ પાછલી પાક સીઝન કરતા 7 હજાર કરોડ રૂપિયા વધુ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પાકના ખર્ચ કરતા ઓછામાં ઓછા 50% વધુ MSP સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

MSP 23 પાકોને આવરી લે છે

7 પ્રકારના અનાજ (ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, રાગી અને જવ)
5 પ્રકારના કઠોળ (ચણા, તુવેર/તુર, અડદ, મગ અને મસૂર)
7 તેલીબિયાં (રેપસીડ-સરસવ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ, કુસુમ, નાઇજરસીડ)
4 વ્યાવસાયિક પાક (કપાસ, શેરડી, કોપરા, કાચો શણ)

ખરીફ પાકોમાં શેનો થાય છે સમાવેશ?

Tags :
Ashwini VaishnavFarmerskccKisan Credit CardMSPpaddy msppm modirice msp
Next Article