Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વિશ્વભરમાં ભારતના અર્થતંત્રની ગતિ તેજ, UN નો અહેવાલ સામે આવ્યો

સંયુક્ત રાષ્ટ્રના "વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2026" અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક અર્થતંત્ર લાંબા સમય સુધી ધીમા આર્થિક વિકાસનો સામનો કરી શકે છે, કારણ કે, વર્તમાન સરકારો લાભો પહોંચાડવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે ઘણા દેશો, સમુદાયો અને પરિવારો પાછળ રહી ગયા છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર 2.7 ટકાના દરે વૃદ્ધિ પામશે.
વિશ્વભરમાં ભારતના અર્થતંત્રની ગતિ તેજ  un નો અહેવાલ સામે આવ્યો
Advertisement
  • ભારતના અર્થતંત્રની ગતિનો વિશ્વમાં ડંકો વાગ્યો
  • યુનાઇટેડ નેશન્સના રિપોર્ટમાં મોટી વાત સામે આવી
  • વૈશ્વિક દેશોની સરખામણીએ ભારતનો વિકાસદર ઉંચો રખાયો

UN Projects India Fastest Growing Economy In The World : સંયુક્ત રાષ્ટ્ર (United Nations) એ એક અહેવાલમાં જણાવ્યું છે કે, 2026 માં ભારતનો જીડીપી 6.6 ટકાના દરે વધશે, બીજી બાજુ આ સમયગાળા દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર 2.7 ટકાના દરે વૃદ્ધિ પામશે. અહેવાલમાં જણાવાયું છે કે, જ્યારે અન્ય અર્થતંત્રો વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અહેવાલ મુજબ, અન્ય મુખ્ય બજારોમાં મજબૂત માંગ ભારતને યુએનના ટેરિફ વધારાના પ્રભાવને ઘટાડવામાં મદદ કરશે.

Advertisement

સરકારો લાભો પહોંચાડવામાં નિષ્ફળ

જો કે, યુએનના અહેવાલમાં ભારતનો વિકાસ દર અગાઉના 7.4 ટકાથી ઘટાડ્યો છે, તે હજુ પણ IMFના અનુમાન સાથે સુસંગત છે, જે અનુસાર, ભારત 2025-26 માં 6 ટકાથી વધુનો વિકાસ દર હાંસલ કરનાર એકમાત્ર મુખ્ય અર્થતંત્ર હશે. સંયુક્ત રાષ્ટ્રના "વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2026" અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક અર્થતંત્ર લાંબા સમય સુધી ધીમા આર્થિક વિકાસનો સામનો કરી શકે છે, કારણ કે, વર્તમાન સરકારો લાભો પહોંચાડવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે ઘણા દેશો, સમુદાયો અને પરિવારો પાછળ રહી ગયા છે.

Advertisement

ટેરિફથી વાતાવરણ અસ્થિર થયું

વધુમાં અહેવલા અનુસાર, ભૂરાજકીય જોખમો, નીતિગત અનિશ્ચિતતા ચાલુ રહે છે, અને નાણાકીય પડકારો વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ પર ઘેરાબંધી કરી રહ્યા છે. 2025 માં, યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ટેરિફમાં તીવ્ર વધારાથી વ્યાપાર વાતાવરણ અસ્થિર થયું હતું, પરંતુ વિશ્વ અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ મજબૂત સાબિત થયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે, 2026 માં વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડવાની શક્યતા છે, કારણ કે, નાણાકીય નીતિમાં સુધારનો ટેકો મળતા નબળો આંતરરાષ્ટ્રીય વેપાર ફક્ત આંશિક રીતે સરભર થશે.

ઘરગથ્થુ બજેટ પર દબાણ

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, મોટાભાગના અર્થતંત્રોમાં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ વધતી માંગના કારણે ઘરગથ્થુ બજેટ પર દબાણ આવી રહ્યું છે, અને અસમાનતા વધી રહી છે. વૈશ્વિક સંઘર્ષો, કુદરતી આપત્તિઓ, વેપાર વિભાજન અને ભૂરાજકીય તણાવના કારણે પુરવઠામાં વિક્ષેપનું જોખમ રહેલું છે, જે વૈશ્વિક અનિશ્ચિતતાને વધુ વધારશે.

પ્રથમ આગોતરા અંદાજ જાહેર કર્યો

તાજેતરમાં, ભારત સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે તેનો પ્રથમ આગોતરા અંદાજ જાહેર કર્યો હતો, જેમાં સામે આવ્યું છે કે, ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.4 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.

આ પણ વાંચો -------  સર્વિસ સેક્ટરના દમ પર FY26માં 7.4%ના દરથી વધશે ભારતની ઈકોનોમી, MoSPIનું અનુમાન

Tags :
Advertisement

.

×