NPCI એ તમામ સભ્ય બેંકો તેમજ PhonePe, Google Pay અને Paytm જેવી અગ્રણી ફિનટેક એપ્લિકેશન્સને એક સરખો સ્ટાન્ડર્ડાઇઝ્ડ અનુભવ આપવા નિર્દેશ આપ્યા છે અને આ આખી સિસ્ટમ સક્રિય કરવા માટે 15 ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો નિર્ધારિત કર્યો છે.
શું છે આ પ્રી-સેંક્શન્ડ ક્રેડિટ લાઇન?
સરળ ભાષામાં સમજીએ તો, આ સુવિધા બેંક દ્વારા ગ્રાહકને અપાતા ડિજિટલ ઓવરડ્રાફ્ટ (Digital Overdraft) અથવા પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોન (Pre-approved Loan) સમાન છે. અત્યાર સુધી UPI થી પેમેન્ટ કરવા માટે બચત ખાતામાં ખુદના રૂપિયા હોવા અનિવાર્ય હતા, પરંતુ હવે બેંક ગ્રાહકની શાખ મુજબ પૂર્વ-મંજૂર ક્રેડિટ મર્યાદા ફાળવશે. ઉદાહરણ તરીકે, જો તમારી બેંકે ₹50,000 ની ક્રેડિટ લિમિટ આપી હોય, તો QR કોડ સ્કેન કરતી વખતે એકાઉન્ટની સાથે 'Credit Line' નો વિકલ્પ દેખાશે. આ નાણાં ખાતામાં ટ્રાન્સફર કર્યા વગર જ સીધા ક્રેડિટ લાઇનમાંથી કપાઈ જશે અને ગ્રાહકે માત્ર વાપરેલી રકમ જ નિર્ધારિત સમયમાં ભરવાની રહેશે.
UPI ક્રેડિટ લાઇનના મુખ્ય 2 પ્રકાર
NPCI ના ફ્રેમવર્ક અનુસાર આ ક્રેડિટ લાઇન વ્યાજમુક્ત અને વ્યાજવાળી એમ બે સ્વરૂપમાં મળશે. વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનમાં ક્રેડિટ કાર્ડના બિલિંગ સાયકલની જેમ કામ કરશે. તેમાં ચોક્કસ ગ્રેસ પિરિયડ (મુદત) મળશે, જેમાં નિયત તારીખ પહેલાં સંપૂર્ણ નાણાં ચૂકવી દેવા પર કોઈ પણ પ્રકારનું વધારાનું વ્યાજ લાગશે નહીં. વ્યાજવાળી ક્રેડિટ લાઇનમાં ઇન્સ્ટન્ટ પર્સનલ લોન જેવી સુવિધા હશે, જેમાં ટ્રાન્ઝેક્શનની તારીખથી જ વ્યાજની ગણતરી શરૂ થઈ જશે. તેનો વ્યાજદર જે-તે બેંકની નીતિ અનુસાર નક્કી થશે.
કોને મળશે આ સુવિધા અને તેના મુખ્ય લાભો?
આ ક્રેડિટ લિમિટ આપમેળે દરેકને નહીં મળે. બેંકો ગ્રાહકની ફાયનાન્સિયલ હિસ્ટ્રી (Financial History), ટ્રાન્ઝેક્શન ટ્રેક રેકોર્ડ, માસિક આવક અને સિબિલ/ક્રેડિટ સ્કોરના (Credit Score) મૂલ્યાંકન બાદ જ લિમિટ નક્કી કરશે. આ સુવિધાથી મહિનાના અંતે પૈસા ખૂટી જવા પર, ઇમરજન્સી મેડિકલ ખર્ચ કે અણધાર્યા ઘરેલુ ખર્ચ વખતે તાત્કાલિક રાહત મળશે. સાથે જ ફિઝિકલ પ્લાસ્ટિક ક્રેડિટ કાર્ડ ખિસ્સામાં રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ક્યાં વાપરી શકાશે અને ક્યાં પ્રતિબંધ રહેશે?
ઓફલાઇન દુકાનો કે મોલના QR કોડ, ઓનલાઇન મર્ચન્ટ શોપિંગ, માસિક EMI ચુકવણી, UPI ઓટો-પે (AutoPay) અને રિઝર્વ પે માટે આ ક્રેડિટ લાઇન ખુલ્લી રહેશે. શરતોને આધીન વ્યાજવાળી ક્રેડિટ લાઇનમાંથી વ્યક્તિગત ટ્રાન્સફર (P2P) પણ શક્ય બનશે.
વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનમાંથી મિત્રો કે સગાં-સંબંધીઓના ખાનગી ખાતામાં (P2P Transfer) નાણાં મોકલી શકાશે નહીં. આ ઉપરાંત UPI Lite, UPI Circle અને આંતરરાષ્ટ્રીય ચૂકવણીઓ (International Payments) માટે તેનો ઉપયોગ નહીં કરી શકાય (જોકે રૂપે ક્રેડિટ કાર્ડથી આંતરરાષ્ટ્રીય વ્યવહારો ચાલુ રહેશે).
આ પણ વાંચો: Digital gold market : ડિજિટલ ગોલ્ડ ટ્રેડિંગ નિયમો બદલાયા, જાણો તમારા રોકાણ પર શું થશે અસર