Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Stock Market Today : ભારતીય બજારમાં દિવાળી જેવો માહોલ! અમેરિકાએ ભારત પર ટ્રેરિફ ઘટાડતા શેર બજારમાં તેજી

Stock Market Today : અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફમાં ઘટાડો કરવાના નિર્ણયથી ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. પ્રિ-ઓપનિંગમાં જ સેન્સેક્સ 3700 પોઈન્ટ અને નિફ્ટી અંદાજિત 1400 પોઈન્ટ ઉછળતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. આ હકારાત્મક સંકેતો વચ્ચે રૂપિયો પણ મજબૂત થયો છે, જે ડોલર સામે 90.47 ના સ્તરે પહોંચ્યો છે. બજાર માટે આ એક ખુશીથી ભરેલી સવાર સાબિત થઈ રહી છે.
stock market today   ભારતીય બજારમાં દિવાળી જેવો માહોલ  અમેરિકાએ ભારત પર ટ્રેરિફ ઘટાડતા શેર બજારમાં તેજી
Advertisement
  • Stock Market Today
  • અમેરિકાએ ભારત પર ટ્રેરિફ ઘટાડતા શેર બજારમાં તેજી
  • પ્રિ ઓપનિંગમાં શેરબજારમાં ભારે ઉછાળો
  • પ્રિઓપનિંગમાં નિફ્ટી અંદાજિત 1400 પોઇન્ટનો ઉછાળો
  • પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સ 3700 પોઇન્ટનો ઉછાળો
  • ડોલર સામે રૂપિયા મજબૂત થયો, 1 ડોલરનો ભાવ 90.47 રૂપિયા

Stock Market Today : અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફમાં ઘટાડો કરવાના નિર્ણયથી ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. પ્રિ-ઓપનિંગમાં જ સેન્સેક્સ 3700 પોઈન્ટ અને નિફ્ટી અંદાજિત 1400 પોઈન્ટ ઉછળતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. આ હકારાત્મક સંકેતો વચ્ચે રૂપિયો પણ મજબૂત થયો છે, જે ડોલર સામે 90.47 ના સ્તરે પહોંચ્યો છે. બજાર માટે આ એક ખુશીથી ભરેલી સવાર સાબિત થઈ રહી છે.

આજે ભારતીય શેરબજારને જોઇ રોકાણકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે એક મોટો અને ફાયદાકારક નિર્ણય લીધો છે, જેના કારણે શેરબજાર રોકેટની જેમ ઉછળ્યું છે. ચાલો સમજીએ કે આખી વાત શું છે અને તેની તમારા પર શું અસર થશે.

Advertisement

પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ-નિફ્ટી

ટ્રમ્પના એક નિર્ણયની અસર આજે મંગળવારે સવારે બજાર ખૂલતાની સાથે જ જોવા મળી. પ્રી-ઓપનિંગ સેશનમાં જ ભારતીય બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાયો હતો:

Advertisement

  • સેન્સેક્સ: પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સ 3700 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું છે.
  • નિફ્ટી: નિફ્ટીમાં પણ 3 ટકાથી વધુનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો, જે અંદાજિત 1400 પોઈન્ટની આસપાસ રહ્યો છે. બજારના જાણકારો માને છે કે આટલો મોટો ઉછાળો છેલ્લા ઘણા સમયમાં જોવા મળ્યો નથી.

અહીં ટ્રમ્પના ટેરિફની સ્પષ્ટપણે અસર જોઈ શકાય છે.

ભારત સામે ઝૂક્યુ અમેરિકા, 25 નહીં હવે 18 ટકા ટેરિફ લાગુ!

સોમવારે મોડી રાત્રે, ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી તણાવ (Trade Tension) માં એક મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયની ખેંચતાણ બાદ અંતે અમેરિકાએ ભારત સામે નમતું જોખ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારત પર લાદવામાં આવેલા આકરા ટેરિફ (Heavy Tariffs) માં મોટો ઘટાડો (Tariff Reduction) કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને ભારતની મોટી રાજદ્વારી (Diplomatic) અને આર્થિક જીત (Economic Win) તરીકે જોવામાં આવી રહી છે. અગાઉ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર કુલ 50 ટકા (50% Tariff) જેટલો તોતિંગ ટેરિફ લાદ્યો હતો, જેણે ભારતીય નિકાસકારોની કમર તોડી નાખી હતી. જોકે, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે આ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા (Reduced to 18%) કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ઘટાડાથી અમેરિકન બજારમાં ભારતીય માલ હવે સસ્તો અને વધુ સ્પર્ધાત્મક બનશે.

સામાન્ય માણસ માટે આનો અર્થ શું?

ઘણા સમયથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેના કારણે લોકોના રોકાણ (Investment) ના ભાવ ઘટી ગયા હતા. પરંતુ ટ્રમ્પના આ નિર્ણયથી:

  • રોકાણકારોને ફાયદો: જો તમે મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં પૈસા રોક્યા છે, તો આજે તમારા પોર્ટફોલિયોની કિંમત વધી ગઈ હશે.
  • વિદેશી પૈસા પાછા આવશે: ગયા વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી ઘણા પૈસા કાઢી લીધા હતા, જે હવે ફરી પાછા આવવાની શક્યતા છે.
  • કંપનીઓનો વિકાસ: ખાસ કરીને બેંકો, ગાડીઓ બનાવતી કંપનીઓ અને તેલ-ગેસની કંપનીઓના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :  India US Trade Deal: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર ટેરિફ ઘટાડવાની કરી જાહેરાત,હવે 25 ટકા નહીં, માત્ર 18 ટકા ટેરિફ!

Tags :
Advertisement

.

×