Inflation : યુએસ-ઈરાન ટકરાવથી દુનિયાના 21 દેશોની આર્થિક કમર તૂટી!
- Inflation : યુએસ-ઈરાન યુદ્ધના કારણે 21 દેશોમાં મોંઘવારીનો ભરડો
- ક્રૂડ ઓઈલ $120 ને પાર: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા સપ્લાય ચેઈન ખોરવાઈ
- યુરોઝોનમાં ફુગાવો વધીને 3% એ પહોંચ્યો, ઉર્જાના ભાવમાં 10.9% નો ઉછાળો
- ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા
- સ્ટેગફ્લેશનનો ખતરો: યુદ્ધવિરામ છતાં આર્થિક સ્થિતિ ચિંતાજનક
Inflation Bomb: ભલે હાલમાં યુએસ-ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ (Ceasefire) ચાલી રહ્યો હોય, પરંતુ તેની માઠી અસર વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ભીષણ સંઘર્ષના કારણે યુરોપ સહિત વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં (Oil and Gas Prices) તોતિંગ વધારો થયો છે. એપ્રિલ મહિનામાં દુનિયાના 21 દેશોમાં ફુગાવો વધ્યો છે, જેનું મુખ્ય કારણ ઉર્જા ક્ષેત્રે આવેલી તેજી છે. આ યુદ્ધ હવે વૈશ્વિક અર્થતંત્ર (Global Economy) માટે એક મોટો ફટકો સાબિત થઈ રહ્યું છે.
Inflation : હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી ઈંધણ સંકટ !
યુએસ-ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસના પુરવઠા માટે અત્યંત મહત્વનો ગણાતો દરિયાઈ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાથી ઈંધણના સપ્લાય પર ગંભીર અસર પડી છે. આ નાકાબંધીને કારણે બ્રિટન, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી (LPG) ના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20% તેલ પુરવઠાનું પરિવહન કરે છે, જે હવે ઠપ થતા હાહાકાર મચ્યો છે.
યુરોઝોનમાં ફુગાવાનો આંકડો 3% એ પહોંચ્યો
યુરો ચલણનો ઉપયોગ કરતા 21 દેશો અત્યારે સ્ટેગફ્લેશન (Stagflation) ના ભય હેઠળ છે. યુરોસ્ટેટ (Eurostat) ના અહેવાલ મુજબ, યુરોઝોનમાં વાર્ષિક ફુગાવો માર્ચમાં 2.6% હતો જે એપ્રિલમાં વધીને 3% થયો છે. ખાસ કરીને ઉર્જાના ભાવમાં 10.9% નો ધરખમ વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Prices) જે યુદ્ધ પહેલા $73 પ્રતિ બેરલ હતા, તે હવે $120 ને પાર કરી ગયા છે.
From surging oil, gas, and fertilizer prices to higher shipping costs, the war in the Middle East has triggered a new supply shock across sub-Saharan Africa. We project growth to slow to 4.3% in 2025, and median inflation to rise to 5% by year-end. https://t.co/hYJAD113vP pic.twitter.com/m74IYQVDV8
— IMF Africa (@IMFAfrica) May 2, 2026
વૃદ્ધિ દર ઠપ, સેન્ટ્રલ બેંકોની ચિંતામાં થયો વધારો
માત્ર ફુગાવો જ નહીં, પણ વિકાસ દર (Growth Rate) પણ અત્યંત નિરાશાજનક રહ્યો છે. પ્રથમ ત્રણ મહિનામાં આર્થિક ઉત્પાદનમાં માત્ર 0.1% નો સાધારણ વધારો થયો છે. વધતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) વ્યાજ દરમાં વધારો (Interest Rate Hike) કરી શકે છે, પરંતુ તેનાથી વૃદ્ધિ દર વધુ ધીમો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો - JP Morgan ના ડાયરેક્ટર લોર્ના હજદિની પર ભારતીય પુરુષકર્મીએ લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ


