Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US-Israeli war on Iran : યુદ્ધમાં અમેરિકાના અરબો ડોલર ફૂંકાયા, વાંચો વિગતવાર

US-Israeli war on Iran યુદ્ધમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે, ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાન સામેના યુદ્ધના પહેલા 24 કલાકમાં અમેરિકાએ આશરે 779 મિલિયન UDS અથવા રૂ. 6871 કરોડ ખર્ચ્યા છે. હુમલા પહેલા લશ્કરી તૈયારીઓ માટેનો અંદાજિત ખર્ચ, જેમ કે વિમાનોની તૈનાતી, નૌકાદળના જહાજોની તૈનાતી અને પ્રાદેશિક સંસાધનોની અવર-જવરનો ખર્ચ 630 મિલિયન USA અથવા રૂ. 5556 કરોડને વટાવી ગયો છે
us israeli war on iran   યુદ્ધમાં અમેરિકાના અરબો ડોલર ફૂંકાયા  વાંચો વિગતવાર
Advertisement
  • US-Israeli war on Iran યુદ્ધમાં ચોંકાવનારી માહિતી સામે આવી
  • અમેરિકાએ અત્યાર સુધીમાં લાખો કરોડ રૂપિયા ગુમાવી ચૂક્યું છે
  • ન્યુઝ એજન્સીના અહેવાલમાં નુકશાનનો અંદાજ સામે આવ્યો છે

US-Israeli war on Iran : ઈરાન સામે યુદ્ધ કેટલો સમય ચાલશે (US-Israeli war on Iran)? ખામેનીના મૃત્યુ પછી, અમેરિકા અને ઈઝરાયલ હજુ પણ યુદ્ધ રોકવા તૈયાર નથી. ટ્રમ્પે (USA President Donald Trump) પોતે કહ્યું છે કે, તેઓ જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખશે, તેઓ ઈરાન જીતવા માટે મક્કમ છે, ત્યારે ઇરાન તેના સર્વોચ્ચ નેતાના મૃત્યુ પછી પણ વ્યથિત છે. લોકો ફક્ત આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય તેવું ઇચ્છે છે. આ યુદ્ધે અમેરિકન અર્થતંત્રને પણ હચમચાવી નાખ્યું છે. ટ્રમ્પે ઈરાન પર વિજય મેળવવાના પોતાના દૃઢ નિશ્ચયમાં અબજો (America Lost Huge Money On War) ખર્ચ કર્યા છે, પરંતુ નિષ્ણાતો માને છે કે, અમેરિકાને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. અમેરિકા લશ્કરી તૈયારીઓ, ઇઝરાયલને સહાય અને ઈરાન પર દૈનિક હુમલાઓ પર બેદરકારીપૂર્વક ખર્ચ કરી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -------- ઈરાન યુદ્ધ વચ્ચે ઈક્વાડોરમાં અમેરિકાની આતંકી જૂથો સામે સૈન્ય કાર્યવાહી!

Advertisement

US-Israeli war on Iran, મોટી રકમ ગુમાવી

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાન સામેના યુદ્ધના પહેલા 24 કલાકમાં અમેરિકાએ આશરે 779 મિલિયન UDS અથવા રૂ. 6871 કરોડ ખર્ચ્યા છે. હુમલા પહેલા લશ્કરી તૈયારીઓ માટેનો અંદાજિત ખર્ચ, જેમ કે વિમાનોની તૈનાતી, નૌકાદળના જહાજોની તૈનાતી અને પ્રાદેશિક સંસાધનોની અવર-જવરનો ખર્ચ 630 મિલિયન USA અથવા રૂ. 5556 કરોડને વટાવી ગયો છે, જે ખરેખર એક મોટી રકમ છે.

US-Israeli war on Iran, લાખો કરોડોનું નુકશાન

ટોચના બજેટ નિષ્ણાત અને પેન વ્હાર્ટન બજેટ મોડેલ (PWBM) ના ડિરેક્ટર અને યુએસ વડા કેન્ટ સ્મેટર્સના મતે, ઈરાન પર ટ્રમ્પના હુમલાઓથી યુએસ અર્થતંત્રને 210 બિલિયન USD અથવા રૂ. 18.87 લાખ કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે.

અગાઉનું યુદ્ધ પણ મોંઘુ પડ્યું

ગયા વર્ષે, ઈરાન સામેનું યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં દરરોજ આશરે રૂ. 34,000 કરોડનો ખર્ચ થયો. અહેવાલ અનુસાર, સંરક્ષણ નિષ્ણાતોનો અંદાજ છે કે, ઈરાનને કુલ પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાનની કિંમત 24 થી 35 બિલિયન USD (રૂ. 2 લાખ કરોડ થી રૂ. 3 લાખ કરોડ) ની વચ્ચે હોઈ શકે છે. ઇઝરાયલને કુલ અંદાજિત નુકસાન 17.8 બિલિયન USD સુધી હોઈ શકે છે.

અમેરિકાએ ઇઝરાયલને મદદ કરી

અગાઉ 7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં આશરે 1,200 લોકો માર્યા ગયા, અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, બ્રાઉન યુનિવર્સિટીના "2025 કોસ્ટ્સ ઓફ વોર" રિપોર્ટ મુજબ, 7 ઓક્ટોબર, 2023 થી અમેરિકાએ ઇઝરાયલને 21.7 બિલિયન ડોલરની લશ્કરી સહાય પૂરી પાડી છે. અમેરિકાએ યમન, ઈરાન અને સમગ્ર મધ્ય પૂર્વમાં ઇઝરાયલના સમર્થનમાં કામગીરી પર 9.65 બિલિયન ડોલરથી 12.07 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આનો અર્થ એ થયો કે, અમેરિકાએ કુલ રૂ. 2.82 લાખ કરોડથી રૂ. 3.04 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

ખામેની સહિતના મહત્વના લોકોનું મૃત્યું

સેન્ટર ફોર અ ન્યૂ અમેરિકન સિક્યુરિટી અનુસાર, એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ (જેમ કે યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ, વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર) ચલાવવાનો ખર્ચ દરરોજ આશરે 6.5 મિલિયન USD અથવા આશરે રૂ. 58 કરોડ થાય છે. ઈરાન પરના હુમલાઓ પહેલાં, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની અને ઘણા મુખ્ય અધિકારીઓ માર્યા ગયા હતા, અમેરિકાએ મધ્ય પૂર્વમાં બે એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ તૈનાત કર્યા હતા - જેમાં ગેરાલ્ડ આર. ફોર્ડનો પણ સમાવેશ થાય છે.

લાંબો સમય લડવાની ક્ષમતા

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે તેમણે કહ્યું, "અમે ચાર થી પાંચ અઠવાડિયાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ અમારી પાસે તેનાથી ઘણો લાંબો સમય લડવાની ક્ષમતા છે. અમે... ગમે તેટલો સમય લાગે, તે ઠીક છે, અમે જે કંઈ પણ કરવું પડશે તે કરીશું." મંગળવારે, તેમણે ઈરાન સાથે વાતચીતની શક્યતાને પણ નકારી કાઢી.

આ પણ વાંચો ------- શું Dirty Bomb બનાવી શકે છે Iran ?

Tags :
Advertisement

.

×