Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vaibhav Taneja : શું આપ ટેસ્લાના હાઈએસ્ટ પેઈડ CFO વૈભવ તનેજા વિશે જાણો છો ?

ભારતીય મૂળના વૈભવ તનેજા (Vaibhav Taneja) ટેસ્લામાં ચિફ ફાયનાન્સ ઓફિસર (CFO) તરીકે કાર્યરત છે. તેઓ સમગ્ર વિશ્વમાં CFO ના પદ પર સૌથી વધુ સેલરી મેળવનાર એમ્પલોઈ બની ગયા છે. વૈભવ તનેજા વિશે વાંચો વિગતવાર.
vaibhav taneja   શું આપ ટેસ્લાના હાઈએસ્ટ પેઈડ cfo વૈભવ તનેજા વિશે  જાણો છો
Advertisement
  • Vaibhav Taneja માટે ટેસ્લામાં જોઈનિંગ એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો
  • સોલાર સિટી ટેસ્લામાં મર્જર થઈ તેના લીધે વૈભવ તનેજા ટેસ્લામાં જોડાયા
  • અત્યારે Vaibhav Taneja ભારતમાં ટેસ્લાના આગમનની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે

Vaibhav Taneja : આઈટી સેકટરના માંધાતા અને ભારતીય મૂળના સુંદર પિચાઈ (Sundar Pichai), સત્ય નારાયણ નડેલા (Satya Nadella) વગેરે તેમની સેલરીને લીધે વધુ ચર્ચામાં રહે છે. આજે અમે આપને ચિફ ફાયનાન્સ ઓફિસર (CFO) તરીકે સૌથી વધુ સેલરી લેતા ભારતીય મૂળના વૈભવ તનેજા (Vaibhav Taneja) વિશે જણાવીશું. વૈભવ તનેજા સમગ્ર વિશ્વમાં CFO ના પદ પર સૌથી વધુ સેલરી મેળવનાર એમ્પલોઈ બની ગયા છે. તેમની સેલરી Sundar Pichai, Satya Nadella વગેરે કરતા પણ વધુ છે.

Tesla માં જોઈનિંગ એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો

સોલાર સિટી નામક કંપનીનું વર્ષ 2017માં ટેસ્લામાં વિલિનીકરણ થયું. આ સમયે Vaibhav Taneja ટેસ્લામાં આસિસ્ટન્ટ કોર્પોરેટ કંટ્રોલર તરીકે જોડાયા હતા. વર્ષ 2023માં તેમના સીનિયર ઝેક કિરકોર્નના સ્થાને તેમને બઢતી આપવામાં આવી. આજે ટેસ્લામાં વૈભવ તનેજા ચિફ ફાયનાન્સ ઓફિસર (CFO) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ અત્યારે ચર્ચામાં તેમની સેલરીને કારણે છે. તેમને $139.5 મિલિયન જેટલી વાર્ષિક ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટોક ઓપ્શન અને ઈક્વિટીનો પણ સમાવેશ થાય છે. તેમની બેઝિક સેલરી 4 લાખ ડોલર છે.

Advertisement

સૌથી વધુ સેલરી

Tesla કંપનીના ચિફ ફાયનાન્સ ઓફિસર (CFO) તરીકે Vaibhav Taneja ફરજ બજાવે છે. વૈભવ તનેજાનો વાર્ષિક પગાર ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નારાયણ નડેલા કરતાં વધુ છે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ 'ધ ટેલિગ્રાફ' અનુસાર, વૈભવ તનેજાનો વર્ષ 2024 માટે કુલ પગાર $139 મિલિયન (લગભગ રૂ. 1155 કરોડ) થી વધુ હતો. જે વિશ્વના દરેક CFO ને આપવામાં આવતી સેલરી કરતાં સૌથી વધુ છે. તનેજાની સેલરી સત્યા નડેલા (માઈક્રોસોફ્ટના CEO) ના $79.1 મિલિયન અને સુંદર પિચાઈ (ગુગલના CEO) ના $10.7 મિલિયન પગાર કરતાં ઘણો વધારે છે. વૈભવ તનેજાને તેમનું મોટાભાગનું વળતર સ્ટોકના રૂપમાં મળ્યું હતું, જે તેમને CFO બન્યા પછી ચૂકવવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ 1.5 Ton A.C. : જાણી લો...માત્ર 30 હજારમાં કઈ કંપનીઓ વેચી રહી છે 1.5 ટન એસી ?

સ્ટોક વેલ્યૂ વધી ગઈ

Vaibhav Taneja ટેસ્લા કંપનીના ચિફ ફાયનાન્સ ઓફિસર (CFO) તરીકે ફરજ બજાવે છે. તેમને બેઝિક સેલરી ઉપરાંતના વળતર તરીકે ટેસ્લાના સ્ટોક ઓપ્શન અને ઈક્વિટી ફાળવાયા હતા. જ્યારે તેમને આ ફાળવણી કરાઈ ત્યારે ટેસ્લાનો શેર લગભગ $250 હતો, જે 4 વર્ષના વેસ્ટિંગ ટાઈમ ટેન્યોર સાથે આપવામાં આવ્યો હતો. 19 મે, 2025 સુધીમાં, શેર $342 પર પહોંચી ગયો, જેનાથી તેના શેરના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો. રસપ્રદ વાત એ છે કે આ વધારો એવા સમયે થયો જ્યારે ટેસ્લા EV ડિલિવરીમાં ઘટાડો અને ઓછા નફા જેવા પડકારોનો સામનો કરી રહી છે.

વૈભવ તનેજા વિષયક

Vaibhav Taneja એ દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. વૈભવ તનેજાએ 1999 થી 2016 સુધી ભારત અને અમેરિકામાં પ્રાઈસ વોટર હાઉસ કૂપર્સ (PwC) સાથે કામ કર્યુ. ત્યારબાદ તેમણે સોલાર સિટીમાં વિવિધ ફાયનાન્સિયલ પોસ્ટ પર ફરજ બજાવી છે. જે એક અમેરિકન સોલાર કંપની છે જેને પાછળથી ટેસ્લા દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. વૈભવ તનેજા 2017 માં ટેસ્લામાં જોડાયા અને ત્યાં કોર્પોરેટ કંટ્રોલરથી લઈને ચિફ એકાઉન્ટિંગ ઓફિસર સુધીના હોદ્દા સંભાળ્યા. તેમણે માર્ચ 2019 થી 2023 સુધી આ પદ સંભાળ્યું અને ત્યારબાદ તેમને CFO બનાવવામાં આવ્યા. જાન્યુઆરી 2021 માં તેમને ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ભારતમાં ટેસ્લાના આગમનનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Operation Sindoor અને ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના શેરમાં ઉછાળા પર એક તાર્કિક વિશ્લેષણ

Tags :
Advertisement

.

×