'હવે મારે અગ્નિવેશના સપના પૂરા કરવા છે', પુત્રના નિધન બાદ Anil Agarwal નો સંકલ્પ
- Anil Agarwal નો પુત્ર Agnivesh Agarwalઅમેરિકામાં ઇજાગ્રસ્ત થયા સારવાર હેઠળ હતો
- સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેણે અંતિમ શ્વાસ લીધા
- પુત્રના નિધન બાદ પિતાએ ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી
- ફરી એક વખત Vedanta Group ના Anil Agarwal દ્વારા આભાર વ્યક્ત કરતી પોસ્ટ લખવામાં આવી
Vedanta Group Chairman Anil Agarwal Emotional Post On Agnivesh Agarwal Death : દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક, વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ (Vedanta Group Chairman - Anil Agarwal) દ્વારા તાજેતરમાં તેમના સોશિયલ મીડિયામાં એક ભાવનાત્મક પોસ્ટ લખવામાં આવી હતી. તેમના પુત્ર, અગ્નિવેશ અગ્રવાલને (Late Son Agnivesh Agarwal) યાદ કરીને, અનિલ અગ્રવાલે ફરી એકવાર તેમની પોસ્ટથી બધાને પ્રભાવિત કર્યા છે. આ વખતે, તેમણે મુશ્કેલ સમયમાં લોકોનો સાથ આપવા બદલ આભાર માન્યો છે.
વાંચનારની આંખોમાં આંસુ આવી ગયા
આ ભાવનાત્મક પોસ્ટમાં, વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે તેમના પુત્ર, અગ્નિવેશ અગ્રવાલના મૃત્યુ પછીના અત્યંત મુશ્કેલ સમયમાં તેમને સાંત્વના આપનારા અને ટેકો આપનારા બધાનો આભાર માન્યો છે (Vedanta Group Chairman Anil Agarwal Emotional Post On Agnivesh Agarwal Death). અનિલ અગ્રવાલ તેમના પુત્રના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતા. અગાઉ 7 જાન્યુઆરીના રોજ, તેમણે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી, જેનાથી વાંચનાર દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચો ------ Stock Market : સેન્સેક્સ 750 પોઈન્ટ અને નિફટી 25,050 ગગડ્યો, જાણો ઘટાડાના કારણો
તમારા બધામાં ઘણા અગ્નિવેશ દેખાય છે
અનિલ અગ્રવાલે તેમની તાજેતરની પોસ્ટમાં લખ્યું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં તમે મને જે પ્રેમ, આશીર્વાદ અને ટેકો આપ્યો છે, તેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તમારા સમર્થનથી, મેં ક્યારેય એક ક્ષણ માટે પણ એકલું અનુભવ્યું નથી. આ ભારતની સુંદરતા છે, મુશ્કેલ સમયમાં, લોકો એકસાથે આવે છે, અને કોઈને તૂટવા દેતા નથી. સમય પોતાની ગતિએ ચાલે છે, ક્યારેય કોઈના માટે અટકતો નથી... જીવનનો અર્થ આ જ છે. હવે મારે અગ્નિવેશના સપના પૂરા કરવા છે. મને તમારા બધામાં ઘણા અગ્નિવેશ દેખાય છે... અને આ હિંમત સાથે, હું આગળ વધવાની હિંમત ભેગી કરી રહ્યો છું. બધાની પ્રાર્થના બદલ ખૂબ ખૂબ આભાર."
અગ્નિવેશ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું ?
અગ્નિવેશ તેના મિત્ર સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્કીઇંગ કરવા ગયો હતો, જ્યાં તેનો અકસ્માત થયો હતો. ત્યારબાદ તેની સારવાર ન્યૂ યોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં કરવામાં આવી. સારવાર દરમિયાન તે સ્વસ્થ થઈ રહ્યો હતો, પરંતુ તેને હૃદયરોગનો હુમલો આવ્યો, અને અગ્નિવેશે અંતિમ શ્વાસ લીધા હતા. અનિલ અગ્રવાલ છેલ્લા 15-16 દિવસથી તેના જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો (Vedanta Group Chairman Anil Agarwal Emotional Post On Agnivesh Agarwal Death). તેનું દુઃખ અમર હતું! તે તેના પુત્ર દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્યા કેવી રીતે ભરી શકે? પરંતુ તેણે પોતાની જાતને મજબૂત બનાવી અને તેના પુત્રના સ્વપ્નને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચો -------- Silver Price Today India : રોકાણકારો માલામાલ! ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹12,000 નો ઉછાળો


