વેદાંતા ગ્રુપમાં શોકનો માહોલ, અનિલ અગ્રવાલના પુત્ર Agnivesh Agarwal નું અમેરિકામાં નિધન
- Agnivesh Agarwal Passes Away : વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રનું અવસાન
- ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું 49 વર્ષે નિધન
- અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી
વેદાંતા ગ્રુપના ચેરમેન (Vedanta Group) અને પીઢ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના (Anil Agarwal) પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના 49 વર્ષીય પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને આ સમાચાર આપ્યા હતા અને આ દિવસને તેમના જીવનનો 'સૌથી ખરાબ દિવસ' ગણાવ્યો હતો.
Agnivesh Agarwal Passes Away : અગ્નિવેશનું નિધન
મળતી માહિતી મુજબ, અગ્નિવેશ અમેરિકામાં એક સ્કીઇંગ (Skiing) અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને ગંભીર હાલતમાં ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની તબિયતમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક હૃદયરોગનો હુમલો (Cardiac Arrest) આવતા તેમનું નિધન થયું હતું.
Today is the darkest day of my life.
My beloved son, Agnivesh, left us far too soon. He was just 49 years old, healthy, full of life, and dreams. Following a skiing accident in the US, he was recovering well in Mount Sinai Hospital, New York. We believed the worst was behind us.… pic.twitter.com/hDQEDNI262
— Anil Agarwal (@AnilAgarwal_Ved) January 7, 2026
અનિલ અગ્રવાલે લખી ભાવુક પોસ્ટ
અનિલ અગ્રવાલની ભાવુક વિદાય પુત્ર ગુમાવવાનું અસહ્ય દુઃખ વ્યક્ત કરતા અનિલ અગ્રવાલે લખ્યું, "એક પિતા માટે પોતાના પુત્રને કાંધ આપવી એ કલ્પના બહારનું દુઃખ છે. તે માત્ર મારો પુત્ર નહોતો, મારો મિત્ર અને મારું ગૌરવ હતો." તેમણે વધુમાં જણાવ્યું કે અગ્નિવેશ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતો હતો. તેમના પુત્રની યાદમાં અનિલ અગ્રવાલે સંકલ્પ કર્યો છે કે તેઓ પોતાની આવકનો મોટો હિસ્સો સમાજ સેવામાં વાપરવાનું ચાલુ રાખશે અને હવેથી વધુ સાદું જીવન જીવશે.
કોણ હતા અગ્નિવેશ અગ્રવાલ?
3 જૂન, 1976ના રોજ પટનાના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા અગ્નિવેશે અજમેરની પ્રતિષ્ઠિત માયો કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે વ્યવસાયિક જગતમાં 'ફુજૈરાહ ગોલ્ડ'ની સ્થાપના કરી હતી અને 'હિન્દુસ્તાન ઝિંક'ના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પણ સંગીત અને રમતગમતના શોખીન અને સાદગીભર્યા વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા.
આ પણ વાંચો: સર્વિસ સેક્ટરના દમ પર FY26માં 7.4%ના દરથી વધશે ભારતની ઈકોનોમી, MoSPIનું અનુમાન


