War On Iran: યુદ્ધ ચાલુ રહેશે તો OIL $ 150 ડોલર પર પહોંચવાની શક્યતા!
. Crude Oil ના ભાવ $150 અને ગેસના ભાવ $40 (MMBtu) સુધી જઈ શકે છે.
. વિશ્વના 20% LNG સપ્લાયમાં કતરનો હિસ્સો હોવાથી ગ્લોબલ એનર્જી માર્કેટમાં અછત સર્જાશે
. જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો મોંઘવારી વધશે અને ફેક્ટરીઓના ઉત્પાદન પર માઠી અસર પડશે
War On Iran: જો ઈરાનમાં યુદ્ધ (Iran War) ચાલુ રહેશે, તો ખનીજતેલ (Crude Oil) ના ભાવ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની સંભાવના છે.
જો આમ થશે, તો તમામ ગલ્ફ એનર્જી પ્રોડ્યૂસર (Gulf Energy Producer) કેટલાક સપ્તાહ માટે એક્સપોર્ટ બંધ કરી દેશે. આ વાત કતરના ઊર્જા મંત્રી સાદ અલ કાબી (Saad Al kabi) એ ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહી છે.
કતરમાં LNG નું પ્રોડક્શન અટક્યું
કતરે આ સપ્તાહે સોમવારે લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) નું પ્રોડ્ક્શન રોક્યું છે. તેનું કારણ છે કે ઈરાન (Iran) , ઈઝરાયલ (Israel) અને અમેરિકા (US) ના હુમલાના જવાબમાં ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાને (Iran) મધ્યપૂર્વના ઘણાં દેશોમાં અમેરિકાના મિલિટ્રી બેઝ અને ઈઝરાયલ સાથે જોડાયેલી એસેટ્સને નિશાન બનાવીને હુમલા કર્યા છે.
કતરના LNG પ્રોડક્શન, ગ્લોબલ સપ્લાઈમાં લગભગ 20 ટકાનું યોગદાન ધરાવે છે. તે એશિયન અને યૂરોપિયન બંને માર્કેટમાં ફ્યૂલની ડિમાન્ડને બેલેન્સ કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે. શુક્રવારે બ્રેંટ ક્રૂડની કિંમત વધીને 82.69 ડોલર પ્રતિ બેરલ ને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ની કિંત વધીને 90.90 ડોલર પ્રતિ બેરલ થઈ.
ફાઈનાન્શિયલ ટાઈમ્સ મુજબ કાબીનું કહેવું છે કે જે લોકોએ હજીપણ ફોર્સ મેજ્યોરની માગણી કરી નથી, અમને આશા છે કે તેઓ આગામી કેટલાક દિવસોમાં આમ કરશે, ત્યાં સુધી માટે કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. ગલ્ફ રીઝનના તમામ એક્સપોર્ટ્સને ફોર્સ મેજ્યોરની માગણી કરવી પડશે. તેમણે કહ્યુ છે કે જો આ લડાઈ કેટલાક સપ્તાહ વધુ ચાલે છે, તો દુનિયભારમાં જીડીપી ગ્રોથ (GDP) પર અસર પડશે.
આ પણ વાંચો: શું Crude Oil ની કિંમતો 120 ડૉલરને પાર કરશે? JPMorganની ચેતવણી
"સૌની ઊર્જા પડતર વધવાની છે"
કાબીએ કહ્યુ છે કે સૌની એનર્જીની કિંમતો વધવાની છે. કેટલાક પ્રોડ્ક્ટ્સમાં ઘટાડો થશે અને ફેક્ટ્રીઓ સપ્લાઈ નહીં કરી શકે. જો યુદ્ધ તાત્કાલિક સમાપ્ત પણ થઈજાય છે, તો પણ કતરને ડિલીવરીની નોર્મલ સાઈકલ પર પાછા ફરવામાં સપ્તાહોથી મહિનઓ સુધીનો સમય લાગશે. કાબી કતર એનર્જીના CEO પણ છે. આ કંપની દુનિયાના સૌથી મોટા લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડ્યૂસરમાંથી એક છે.
કાબીનું અનુમાન છે કે જો જહાજ અને ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટથી પસાર નહીં થાય, તો બેથી ત્રણ સપ્તાહોમાં ખનીજતેલની કિંમતો 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની સંભાવનાછે. તો ગેસની કિંમતો વધીને 40 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ થઈ જશે. આ દરમિયાન બાર્કલેઝનું અનુમાન છે કે જો મિડલ-ઈસ્ટમાં છવાયેલું સંકટ વધુ કેટલાક સપ્તાહ ચાલુ રહેશે, તો બ્રેંટ ક્રૂડની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ સુધી જવાની સંભાવના છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફારસની ખાડી અને ઓમાનની ખાડીની વચ્ચે આવેલો એક સાંકડો અને રણનીતિક સમુદ્રી માર્ગ છે. આ ઈરાન અને ઓમાન-યુએઈ વચ્ચે આવેલો છે. દુનિયાના ખનીજતેલનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. ભારત પોતાના ખનીજતેલના 40 ટકા મિડલ-ઈસ્ટમાંથી ઈમ્પોર્ટ કરે છે. આ સપ્લાઈનો મોટાભાગનો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
આ પણ વાંચો: Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કારણ


