IMF પાસેથી લોન લેવામાં પાકિસ્તાન કયા ક્રમે છે ? દેવાળીયા દેશને નાણાં અપાવવામાં કોની ભૂમિકા મહત્વપૂર્ણ છે ?
- IMF પાસેથી લોન લેવામાં પાકિસ્તાન 102 દેશોમાંથી 4થા ક્રમે છે
- IMF પાસેથી Pakistan ને લોન અપાવવામાં અમેરિકાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે
- પાકિસ્તાને 1958થી અત્યાર સુધી IMF પાસેથી 28.96 બિલિયન ડોલર ઉધાર લીધા છે
IMF : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળેલી છે. આ સ્થિતિથી સમગ્ર વિશ્વ વાકેફ છે. તાજેતરમાં ભારત સાથેના સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનને IMF તરફથી 760 મિલિયન યુએસ ડોલરની લોન મળી છે. Pakistan એ 1958થી અત્યાર સુધી IMF પાસેથી 28.96 બિલિયન ડોલર ઉધાર લીધા છે. IMF પાસેથી લોન લેનારા 102 દેશોમાં પાકિસ્તાન હવે 4થા સ્થાને છે એટલે કે પાકિસ્તાન કરતાં વધુ દેવું ફક્ત 3 જ દેશો પર જ છે. Pakistan ની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. આખો દેશ દેવા પર નિર્ભર છે. છતાં આ દેશ શસ્ત્રો પર જંગી ખર્ચાઓ કરે જ જાય છે. ઈસ્લામાબાદે તાજેતરમાં ચીન અને તુર્કીયે પાસેથી નવા શસ્ત્રો ખરીદ્યા છે.
કેટલીવાર લીધી લોન ?
IMF છેલ્લા ઘણા દાયકાઓથી Pakistan ને લોન આપીને આર્થિક મદદ કરી રહ્યું છે. 1958માં પહેલી વાર IMF પાસેથી લોન લીધા બાદ પાકિસ્તાને 1960, 2001, 2008, 2013, 2019 અને 2024માં પણ લોન લીધી હતી. પાકિસ્તાને દર વખતે નાણાકીય અછત અને સબસિડીમાં કાપ જેવા સુધારાઓનું વચન આપીને IMF પાસેથી લોન લેતું આવ્યું છે. જો કે તેણે પોતે આપેલા વચનો કે શરતોનું ક્યારેય કર્યુ નથી આમ છતાં IMF તરફથી પાકિસ્તાનને સતત આર્થિક મદદ મળી રહી છે. પાકિસ્તાને 1958થી અત્યાર સુધી IMF પાસેથી 28.96 બિલિયન ડોલર ઉધાર લીધા છે.
અમેરિકાની આડકતરી સંમતિ
IMF પાસેથી Pakistan ને લોન અપાવવામાં અમેરિકા (America) ની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. અમેરિકા પાસે IMFમાં લગભગ 16.5 ટકા મતદાન શક્તિ છે. તે 190 સભ્ય દેશોમાં સૌથી મોટો મતદાન જૂથ છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે પાકિસ્તાન અમેરિકાની સંમતિ વિના વારંવાર લોન મેળવી શકશે નહીં. બીજી તરફ પાકિસ્તાન દ્વારા નાણાકીય સહાય મેળવવી અને શસ્ત્રોની ખરીદીનું વિષચક્ર સતત ચાલું જ રહે છે.
આ પણ વાંચોઃ બિલાવલ ભુટ્ટોની આગેવાનીમાં પાકિસ્તાન 'ફજેતી' કરાવવા તૈયાર
પાકિસ્તાનનો લશ્કરી ખર્ચ
Pakistan ને 1960 થી 2023 સુધી શસ્ત્રો પર 231.84 મિલિયન ડોલર ખર્ચ્યા છે. જેમાં 2000 થી 2023 સુધી શસ્ત્રો પર153.25 મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા છે. આ ખર્ચનો આંકડો ગુપ્ત લશ્કરી ખર્ચથી અલગ છે. વિશ્વ બેન્કના ડેટા અનુસાર પાકિસ્તાને 1960 થી 2023 સુધી દર વર્ષે તેના સૈન્ય પર સરેરાશ 3.8 બિલિયન ડોલર ખર્ચ્યા છે. વર્ષ 2022 માં પાકિસ્તાન સરકારે તેના બજેટના 17.9 % સંરક્ષણ પાછળ ખર્ચ કર્યો. આ ભારતના લશ્કરી ખર્ચ 8.3 % કરતાં બમણો છે. જ્યારે પાકિસ્તાનની જીડીપી ભારતની જીડીપી કરતાં 10 ગણી ઓછી છે.
ભવિષ્યમાં મોટી સમસ્યા
IMF દ્વારા બનાવવામાં આવેલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) એક આંતરરાષ્ટ્રીય અનામત સંપત્તિ છે. તેને યુએસ ડોલર, યુરો અને અન્ય ચલણોમાં રૂપાંતરિત કરી શકાય છે. પાકિસ્તાન પાસે તેના $4 બિલિયન SDR ફાળવણીમાંથી માત્ર $133 મિલિયન બાકી છે. 3 વર્ષ પછી પાકિસ્તાને આ દેવું ઉતારવા માટે દર વર્ષે $ 2 બિલિયન ચૂકવવા પડશે. આ પાકિસ્તાન માટે મોટી સમસ્યા બનશે તેમાં કોઈ બે મત નથી.
આ પણ વાંચોઃ દેવાના ડૂંગર તળે દબાયું અમેરિકા, મુડીસે ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું
(ડિસ્કલેમરઃ આ આર્ટિકલમાં અપાયેલ આંકડા મીડિયા રિપોર્ટસ પર આધારિત છે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.)