Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi એ રાષ્ટ્રને કરેલા જોશીલા સંબોધનથી કઈ કંપનીના શેર ઉછળ્યા ?

ગત રોજ વડાપ્રધાન મોદી (PM Modi) એ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ જોશીલા સંબોધનને લીધે આજે શેરમાર્કેટમાં આ કંપનીના શેરમાં 10 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. વાંચો વિગતવાર.
pm modi એ રાષ્ટ્રને કરેલા જોશીલા સંબોધનથી કઈ કંપનીના શેર ઉછળ્યા
Advertisement
  • PM Modi એ રાષ્ટ્રને કરેલા જોશીલા સંબોધનની અસર
  • સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો
  • બજારમાં વેચવાલી છતાં શેરોના ભાવ ઉચકાતા આશ્ચર્ય

PM Modi : ગત રોજ વડાપ્રધાન મોદી (PM Modi) એ 22 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ જોશીલા સંબોધનને લીધે શેરબજારમાં દેશની સરકારી કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં વડાપ્રધાને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાન પર સેના દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય સેનાના શસ્ત્રો અને મેડ ઈન ઈન્ડિયા (Made in India) અંતર્ગત બનેલા ઉત્પાદનોની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીના આ સંબોધનને લીધે આજે દેશમાં સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. BEL, HAL સહિત ઘણા સંરક્ષણ શેરોમાં 10 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

બજારમાં ઘટાડો છતાં શેરોમાં ઉછાળો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ આજે દેશની આ સરકારી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજારમાં ઘટાડો હોવા છતાં આ કંપનીઓ ગ્રીનઝોનમાં ટ્રેડ થઈ રહી છે. એક તરફ શેરબજારમાં જોરદાર વેચવાલી ચાલી રહી છે. બજારનો મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ, 1000 થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. જો કે પીએમ મોદીના સંબોધનથી સંરક્ષણ શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. આ કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. આ લખાય છે ત્યારે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (Bharat Dynamics Limited-BDL) નો શેર 10.40 ટકાના વધારા સાથે રૂ. 1733 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ  PM Modi આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર સૈનિકોને હોંશભેર મળ્યા

Advertisement

BEL અને HAL ના શેરમાં તેજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીઓમાં વધારો નોંધાયો છે. જેમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડનો શેર 10.40 ટકાના વધારા સાથે રૂ. 1733 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં વેચવાલી હોવા છતાં સંરક્ષણ કંપનીઓ BEL અને HAL ના શેરમાં તેજી જોવા મળી રહી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર 4.40 ટકાના વધારા સાથે રૂ. 337 પર ટ્રેડ થઈ રહ્યા છે. આજે કંપનીના શેરમાં 14 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited) ના શેર પણ આજે વધી રહ્યા છે. HAL ના શેરમાં 4.45 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના શેર લગભગ 200 રૂપિયાના ઉચ્ચતમ ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉપરાંત, કોચીન શિપયાર્ડ લિમિટેડ (Cochin Shipyard Limited) ના શેરમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર 3.59 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. શિપયાર્ડ લિમિટેડનો શેર 54.55 ની તેજી સાથે 1575.60 ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Operation Sindoor : PM મોદીના ભાષણ પર વિશ્વની મીડિયાએ શું લખ્યું?

Tags :
Advertisement

.

×