Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haier Appliances (India) ના ભાગીદાર કોણ બનશે સુનિલ મિત્તલ કે મુકેશ અંબાણી ?

ચાયના બેઝ્ડ કંપની Haier Appliances (India) ના 49 ટકા હિસ્સેદાર સુનિલ મિત્તલ બને તેવી ચર્ચાઓ થઈ રહી છે. સુનિલ મિત્તલ (Sunil Mittal) સાથે મુકેશ અંબાણી (Mukesh Ambani) પણ આ રેસમાં હોવાની ખબરો વહેતી થઈ છે. વાંચો વિગતવાર.
haier appliances  india  ના ભાગીદાર કોણ બનશે સુનિલ મિત્તલ કે મુકેશ અંબાણી
Advertisement
  • સુનિલ મિત્તલની Haier Appliances (India) ના ભાગીદાર બનવાની ઈચ્છા છે
  • Mukesh Ambaniની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પણ આ રેસમાં છે
  • LG અને Samsung પછી હાયર એપ્લાયન્સિસ ઈન્ડિયા ત્રીજા ક્રમે છે

Haier Appliances (India) : ભારતી એરટેલ લિ.ના સુકાની સુનિલ મિત્તલ (Sunil Mittal) ચાયનાની હાયર કંપનીના ભારતીય યુનિટમાં મોટો હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે. એક અંદાજ અનુસાર આ હિસ્સો 49 ટકા જેટલો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 49% હિસ્સો ખરીદવા માટે સુનિલ મિત્તલ અને હાયર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. હાયર હોમ એપ્લાયન્સિસ રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, એસી વગેરે જેવા ઘરેલુ ઉપકરણોનું ઉત્પાદન કરે છે.

17000 કરોડનો સોદો

ભારતી એરટેલ લિમિટેડના માલિક Sunil Mittal ખાનગી ઈક્વિટી ફર્મ વોરબર્ગ પિંકસ સાથે મળીને, હાયર એપ્લાયન્સિસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડમાં આ હિસ્સો ખરીદવા માંગે છે. આ ડીલ લગભગ $2 બિલિયન (લગભગ રૂ. 17,084 કરોડ)ની હોઈ શકે છે. આ ડીલ પર થોડા અઠવાડિયામાં હસ્તાક્ષર થઈ શકે છે.

Advertisement

અંબાણી પણ રેસમાં

હાયર એપ્લાયન્સિસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડમાં 49 ટકા જેટલો હિસ્સો ખરીદવા Sunil Mittal વાટાઘાટો કરી રહ્યા છે. જો કે ભારતીય ખેલાડીઓમાં સુનિલ મિત્તલ સિવાય મુકેશ અંબાણી (Mukesh Ambani) પણ હાયર એપ્લાયન્સિસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડનો હિસ્સો ખરીદવામાં રસ ધરાવે છે. Mukesh Ambani ની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પણ આ રેસમાં છે. આ રેસમાં Sunil Mittal, Mukesh Ambani ઉપરાંત ટેમાસેક હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ, જીઆઈસી પ્રાઈવેટ લિમિટેડ અને અબુ ધાબી સોવરિન વેલ્થ ફંડ મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ કંપની જેવા મોટા ઈન્વેસ્ટર્સે પણ રસ દાખવ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ  

એમજી મોટર્સ જેવું મોડલ

દક્ષિણ એશિયામાં હાયર એપ્લાયન્સિસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડની પ્રથમ ક્વાર્ટરમાં આવક ગયા વર્ષની સરખામણીમાં 30% જેટલી વધી છે. ભારતમાં હાયરના સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર્સનો બજાર હિસ્સો 21% છે. LG અને Samsung પછી હાયર એપ્લાયન્સિસ ઈન્ડિયા ત્રીજા ક્રમે છે. પોતાનો હિસ્સો વેચીને કંપની એમજી મોટર્સ જેવું મોડલ બનાવવા માંગે છે. જેમાં ભારતીય કંપની સૌથી મોટી શેરહોલ્ડર બને.

આ પણ વાંચોઃ  

Tags :
Advertisement

.

×