Wholesale Inflation : મે મહીનામાં હોલસેલ મોંઘવારીમાં થયો ઘટાડો
- મોંઘવારીને લઇને સામાન્ય જનતા માટે ખુશ ખબર
- દેશ માટે ફુગાવાના દરમાં થયો ઘટાડો
- મે મહિનામાં ઘટીને 0.39 ટકા થયો
WPI Inflation: મોંઘવારીને (WPI Inflation)લઇને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. દેશ માટે ફુગાવાના મોરચે ખુશ કરી દેતા સમાચાર આવી રહ્યા છે. ભારતમાં જથ્થાબંધ ફુગાવાનો દર મે મહિનામાં ઘટ્યો છે. એપ્રિલથી મે મહિનામાં ફુગાવો ઘટ્યો છે. જ્યાં એપ્રિલમાં ફુગાવો 0.85 ટકા હતો. તે મે મહિનામાં ઘટીને 0.39 ટકા થયો છે.
જથ્થાબંધ ફુગાવાનો દર 2.05 ટકાથી ઘટીને 0.85 ટકા થઈ ગયો
જથ્થાબંધ ફુગાવો 14 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. આનાથી સામાન્ય માણસને ઘણી રાહત મળશે. ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો ઘટ્યો છે. માર્ચ 2024ની શરૂઆતમાં જથ્થાબંધ ફુગાવાનો દર 0.26 ટકા હતો. બીજી તરફ, જો આપણે એપ્રિલ મહિનાની વાત કરીએ, તો તેમાં જથ્થાબંધ ફુગાવાનો દર 2.05 ટકાથી ઘટીને 0.85 ટકા થઈ ગયો હતો.
Index Numbers of Wholesale Price in India for the Month of May, 2025 (Base Year: 2011-12)
The annual rate of inflation based on All India Wholesale Price Index (WPI) number is 0.39% (provisional) for the month of May, 2025 (over May, 2024)
Read here: https://t.co/8xKQpXysDH pic.twitter.com/AZKEYlPR0Z
— PIB India (@PIB_India) June 16, 2025
આ વસ્તુઓ સસ્તી થઈ
ખાદ્ય વસ્તુઓ પર કાપ મૂકવાની અસર જથ્થાબંધ ફુગાવાના આંકડાઓના રૂપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાદ્ય પદાર્થોનો ફુગાવો (ફૂડ ઇન્ડેક્સ) 2.55% થી ઘટીને 1.72% થઈ ગયો છે. ઇંધણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવો -2.18% થી ઘટીને -2.27 થયો છે. ઉત્પાદનોનો જથ્થાબંધ ફુગાવાનો દર 2.62% થી ઘટીને 2.04 થયો છે.
આ પણ વાંચો -Tax Benefits : આ પોસ્ટ ઓફિસ સ્કીમ FD કરતા કેમ સારી છે? 7% થી વધુ વ્યાજ સાથે કર મુક્તિનો લાભ
છૂટક ફુગાવામાં પણ ઘટાડો
થોક ફુગાવાના ડેટા પહેલા સરકાર દ્વારા છૂટક ફુગાવાના ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. 12 જૂને જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતનો છૂટક ફુગાવો મે 2025 માં ઘટીને 2.82% થયો હતો, જે છ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. અગાઉ માર્ચ 2019 માં તે 2.86% હતો. ખાદ્ય ચીજોના ભાવમાં સતત ઘટાડાને કારણે છૂટક ફુગાવો નરમ પડ્યો છે. એપ્રિલ 2025 માં છૂટક ફુગાવો 3.16% હતો, જ્યારે માર્ચમાં તે 3.34% હતો, જે 67 મહિનામાં સૌથી નીચો સ્તર હતો. ફેબ્રુઆરીથી છૂટક ફુગાવો RBI ના 4% ના લક્ષ્યાંકથી નીચે રહ્યો છે.
આ પણ વાંચો -Air India Flight Crash :અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટાટા ગ્રુપના ચેરમેનનું મોટું નિવેદન
ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?
છૂટક અને જથ્થાબંધ ફુગાવાને માપવા માટે અલગ અલગ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના પરથી ફુગાવાને માપવામાં આવે છે. ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમકે જથ્થાબંધ ફુગાવામાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો 63.75% છે, ખાદ્ય ચીજવસ્તુઓ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓનો હિસ્સો 22.62% છે, અને બળતણ અને ઊર્જાનો હિસ્સો 13.15% છે. બીજી બાજુ, છૂટક ફુગાવામાં ખાદ્ય ચીજવસ્તુઓ અને ઉત્પાદનોનો હિસ્સો 45.86% છે, રહેઠાણ 10.07% છે, અને બળતણ અને ઊર્જા સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.