ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શા માટે RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે ?

ભારતીય માર્કેટમાં ઓછો ક્રેડિટ ગ્રોથ અને પોલિસી રેટમાં ઘટાડાને પગલે ફિક્સ ડિપોઝિટ કરાવવાનું ચલણ ઘટી રહ્યું છે. જો કે રોકાણકારોમાં RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વાંચો વિગતવાર.
09:59 AM May 24, 2025 IST | Hardik Prajapati
ભારતીય માર્કેટમાં ઓછો ક્રેડિટ ગ્રોથ અને પોલિસી રેટમાં ઘટાડાને પગલે ફિક્સ ડિપોઝિટ કરાવવાનું ચલણ ઘટી રહ્યું છે. જો કે રોકાણકારોમાં RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વાંચો વિગતવાર.
RBI Floating Rate Savings Bonds Gujarat First

RBI Bonds : અત્યારે બેન્કોમાં ફિક્સ ડિપોઝિટ કરાવવાનું ચલણ ઘટી રહ્યું છે. જો કે તેના પાછળના કારણો પણ નક્કર છે. જેમાં ઓછો ક્રેડિટ ગ્રોથ અને પોલિસી રેટમાં ઘટાડો, લિક્વિડિટીનો અભાવ વગેરે વગેરે. આવા વાતાવરણમાં ભારતીય રોકાણકારોનો ઝુકાવ RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે આ બોન્ડ 7 વર્ષ પર વાર્ષિક 8.05 ટકાનું વળતર આપે છે.

ટ્રેન્ડ કેમ શરુ થયો ?

ભારતીય માર્કેટમાં ઓછો ક્રેડિટ ગ્રોથ અને પોલિસી રેટમાં ઘટાડાને પગલે ભારતીય રોકાણકારોમાં બેન્કોમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાનું ચલણ ઘટી રહ્યું છે. જો કે હવે રોકાણકારોને RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સમાં રોકાણ કરવું વધુ સુરક્ષિત લાગી રહ્યું છે. ઈન્વેસ્ટર્સ હવે RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ હોંશે હોંશે ખરીદી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે RBI દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી કોર્પોરેટ અને બેન્ક ડિપોઝિટ દરમાં ઘટાડો થયો છે પરંતુ RBI ના ફ્લોટિંગ રેટ ડિપોઝિટ રેટ 8.05% યથાવત છે. આ બોન્ડ સરકાર વતી સેન્ટ્રલ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પ્રકારના રોકાણને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો (National Savings Certificates) કરતાં 35 બેસિસ પોઈન્ટ વધુ વળતર આપે છે. આ બોન્ડ 7 વર્ષ પર વાર્ષિક 8.05 ટકાનું વળતર આપે છે. વ્યાજ દર છ મહિને ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચોઃ    શું ટ્રમ્પની વાત માની ગયા PM મોદી ? ટેરિફને લઈને આ મોટો નિર્ણય લેવાયો

બોન્ડમાં કઈ રીતે કરશો રોકાણ ?

RBI ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ (Floating Rate Savings Bonds) માં રોકાણ કરવા માટે તમે RBI ની રિટેલ ડાયરેક્ટ વેબસાઈટ ખાનગી બેન્કની વેબસાઈટ પરથી સરળતાથી ખરીદી શકો છો. આ બોન્ડ્સમાં ઓછામાં ઓછું રૂ. 1,000 નું રોકાણ કરવું જરૂરી છે અને તેની મહત્તમ રકમ માટે કોઈ મર્યાદા નથી. આ બોન્ડ તમને 10-વર્ષના બેન્ચમાર્કમાં સરકારી બોન્ડ કરતાં 180 બેસિસ પોઈન્ટ વધુ કમાવવામાં મદદ કરે છે. બીજી તરફ ફિક્સ ડિપોઝિટ અને કોર્પોરેટ ડિપોઝિટ કરતાં લગભગ 65-150 બેસિસ પોઈન્ટ વધુ ઓફર કરે છે. 10 વર્ષના બેન્ચમાર્ક બોન્ડ પર 6.22% વ્યાજ મળી રહ્યું છે. વ્યાજ દરમાં ઘટાડા પછી AAA રેટેડ બજાજ ફાયનાન્સ 24-60 મહિનાની થાપણો પર 7.25% વ્યાજ ઓફર કરી રહ્યું છે. જ્યારે SBI 5 થી 10 વર્ષની થાપણો પર 6.3 ટકા વ્યાજ આપી રહી છે.

આ પણ વાંચોઃ    Salary Hike : 'પગાર વધી રહ્યો નથી... નોકરી છોડી દેવાનું મન થાય છે', શું તમને પણ એવું જ લાગે છે? આ છે 4 વિકલ્પો

Tags :
Best fixed income investmentFixed deposit alternativesFloating interest rateGUJARAT FIRST NEWSinterest rateInvestment in RBI BondsInvestment options after rate cutsLong-term government bondsNational Savings Certificate vs RBI Bonds Gujarat FirstRBI Floating Rate Savings BondsRBI Retail DirectReturn on RBI bondsSafe investment
Next Article