જાણીતા લેખક Robert Kiyosaki ની આગાહી, કહ્યું, 'અણધારી ઘટના કટોકટીમાં ધકેલી શકે છે'
- જાણીતા લેખકે વધુ એક વખત અર્થવ્યવસ્થાને લઇને મોટી આગાહી કરી
- એક નાની ઘટના મોટી મુશ્કેલી સર્જી શકે છે, તેવો દાવો કરાયો
- ચાઇનાની ધીમી વૃદ્ધિ સહિતના મુદ્દાઓને ટાંક્યા
Writer Robert Kiyosaki Warns About World Economy : લોકપ્રિય પુસ્તક "રિચ ડેડ, પુઅર ડેડ" ના લેખક અને નાણાકીય સલાહકાર રોબર્ટ કિયોસાકીએ નવા વર્ષની શરૂઆતમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તાજેતરમાં, તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં શરૂઆતમાં તેમના યુઝર્સનો આભાર માન્યો હતો, પરંતુ ઝડપથી વાત અર્થતંત્રના નબળા પાયા તરફ આવી પહોંચી હતી. આ પોસ્ટમાં, કિયોસાકીએ દાવો કર્યો છે કે, વૈશ્વિક અર્થતંત્ર ડગમગી રહ્યું છે, અને ચીનની સ્થિતિ ખાસ કરીને નાજુક છે.
The key to HAPPINESS is GATITUDE.
For 2026 I am grateful for you….those who follow me on X.
I am grateful that most of you who trust my rich dad’s wisdom in a turbulent world economy.
I don’t have tell you the world is on shakey economic foundations…..Especially China.…
— Robert Kiyosaki (@theRealKiyosaki) January 1, 2026
10 વર્ષથી આગાહી આપી રહ્યા છે
તેમણે લખ્યું છે કે, વિશ્વમાં બધું ઉલટાવી દેવા માટે ફક્ત એક નાની "ઘટના" ની જરૂર છે, જેમ 1914 માં આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યાએ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ કર્યું હતું. તેમનું માનવું છે કે, આજના સંજોગોમાં પણ, એક અણધારી ઘટના બજારને કટોકટીમાં ધકેલી શકે છે. એ નોંધવું રહ્યું કે, કિયોસાકી છેલ્લા દસ વર્ષથી અસ્થિર બજાર પરિસ્થિતિઓ અંગે આગાહીઓ કરી રહ્યા છે.
કેટલાક ગરીબ અને કેટલાક ધનવાન બને
કિયોસાકીના મતે, મોટી આર્થિક કટોકટી દરેક માટે સમાન હોતી નથી. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવા મુશ્કેલ સમયમાં મોટાભાગના લોકો ગરીબ બની જાય છે, પરંતુ કેટલાક વધુ ધનવાન બની જાય છે. આ જ કારણ છે કે, તેઓ આને માત્ર એક ખતરો નથી માનતા, પરંતુ જેઓ તૈયાર છે તેમના માટે આ એક મોટી તક સમાન છે.
કોઈ ચોક્કસ આંકડા આપ્યા નથી
તેમનું લાંબા સમયથી માનવું છે કે, દેવું, લોન અને રાજકીય તણાવ જેવા પરિબળો પરિસ્થિતિને એટલી નાજુક બનાવે છે કે, એક નાનો હાદસો પણ મોટો આંચકો લાવી શકે છે. તેમણે પોસ્ટમાં કોઈ ચોક્કસ આંકડા આપ્યા નથી, પરંતુ તેમના મુદ્દાઓ વર્તમાન ચિંતાઓ સાથે જોડાયેલા છે - જેમ કે ચીનમાં ધીમી વૃદ્ધિ, વૈશ્વિક દેવું વધવું, અને ભૂ-રાજકીય સંઘર્ષો.
સંપત્તિ ખરીદવા પ્રોત્સાહન
કિયોસાકીની પોસ્ટ કૃતજ્ઞતાથી શરૂ થઈ હતી, પરંતુ ઝડપથી કટોકટી તરફ વળી ગઈ હતી. તેઓ સતત રિટેલ રોકાણકારોને સસ્તા ભાવે સંપત્તિ ખરીદીને મુશ્કેલ સમયનો લાભ લેવા પ્રોત્સાહિત કરે છે, આ ફિલસૂફી જ તેમને આટલા બધા લોકપ્રિય બનાવ્યા છે.
આ પણ વાંચો -------- Microsoft ના CEO Satya Nadella ની મોટી આગાહી, કહ્યું, 'વર્ષ 2026 AI માટે મહત્વનો ટર્નિંગ પોઇન્ટ'


