Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

X Sold: એલન મસ્કે 44 બિલિયન$માં ખરીદેલ ટ્વીટર(X) 33 બિલિયન$માં વેચી દીધું, વાંચો શા માટે કર્યો ખોટનો સોદો ???

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે પોતાની સોશિયલ મીડિયા કંપની X એટલે કે ટ્વિટર વેચી દીધી છે. જો કે મસ્કે આ કંપની 44 બિલિયન ડોલરમાં ખરીદી હતી. જેમાં 11 બિલિયન ડોલરની ખોટ ખાઈને 33 બિલિયન ડોલરમાં વેચી દીધી છે.
x sold  એલન મસ્કે 44 બિલિયન માં ખરીદેલ ટ્વીટર x  33 બિલિયન માં વેચી દીધું  વાંચો શા માટે કર્યો ખોટનો સોદો
Advertisement
  • મસ્કે સોદામાં 11 બિલિયન ડોલરની ખોટ ખાધી
  • Xને AI ટેકનોલોજીથી સજ્જ કરાશે
  • xAI અને X નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે-મસ્ક

X Sold: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X એટલે કે ટ્વિટર પોતાની AI કંપની xAI ને વેચી દીધી છે. આ સોદો કુલ $33 બિલિયનમાં થયો હતો. આ સોદાની કિંમત શેરમાં ચૂકવવામાં આવી છે. મસ્કે થોડા વર્ષો પહેલા ટ્વિટર $44 બિલિયનમાં ખરીદ્યું અને તેનું નામ બદલીને X રાખ્યું. આ પછી, તેણે X ને એક ખાનગી કંપની બનાવી. બંને કંપનીઓ ખાનગી છે. મસ્કે X પરની એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.

Advertisement

Xને AI ટેકનોલોજીથી સજ્જ કરાશે

મસ્કે પોતાની પોસ્ટમાં 11 બિલિયન ડોલરની ખોટ કરતા સોદા પાછળનું કારણ જણાવ્યું છે. તેણે લખ્યું કે આ નિર્ણયથી xAIની AI ટેકનોલોજી અને Xના મોટા નેટવર્કને જોડવામાં ઘણો ફાયદો થશે. આ સોદામાં, xAIનું મૂલ્ય 80 બિલિયન ડોલર અને Xનું મૂલ્ય 33 બિલિયન ડોલર આંકવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ India crypto mining :ક્રિપ્ટો માઇનિંગમાં ભારત બનશે ગ્લોબલ સાઉથનું સુપર પાવર?

શું ફાયદો થશે?

"xAI અને X નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે," મસ્કે X પર લખ્યું. આજે, આપણે ડેટા, મોડેલ, કમ્પ્યુટિંગ પાવર, વિતરણ અને પ્રતિભાને જોડવા માટે પગલાં લઈ રહ્યા છીએ. આ સંયોજન xAI ની AI ક્ષમતાઓ અને X ના વિશાળ નેટવર્કને જોડીને મોટા ફાયદા લાવશે. આનો અર્થ એ થયો કે બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે. આનાથી લોકોને વધુ સારી સુવિધાઓ મળશે. મસ્કે વધુમાં કહ્યું કે આ કંપની અબજો લોકોને વધુ સારા અને વધુ ઉપયોગી અનુભવો પ્રદાન કરશે. ઉપરાંત, અમારું મુખ્ય ધ્યેય સત્યની શોધ અને જ્ઞાન વધારવાનું છે.

એલન મસ્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સલાહકાર

મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ છે, તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર છે. તેમણે 2022 માં ટ્વિટર 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું. ત્યારબાદ તેણે કંપનીના ઘણા કર્મચારીઓની છટણી કરી હતી. તેણે નફરતભર્યા ભાષણ, ખોટી માહિતી અને વપરાશકર્તા ચકાસણી સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ પછી ટ્વિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું. મસ્કે 2023માં xAI કંપની લોન્ચ કરી હતી.

 આ પણ વાંચોઃ  તમારા જ પૈસા ઉપાડવા માટે હવે વધુ ફી ચૂકવવી પડશે! RBI નો નવો નિર્ણય

Tags :
Advertisement

.

×