Zomato ના CEO ને મહામાનવ બનવાના અભરખા, લમણે લગાવેલું ડિવાઇસ ચર્ચામાં
- ઝોમેટોના સીઇઓનું નવું સાહસ ચર્ચામાં આવ્યું
- ટેમ્પલ ડિવાઇસને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે
- આ ડિવાઇસ મગજના રક્ત પ્રવાહને માપતું હોવાનો દાવો
Deepinder Goyal Temple Device : Zomato ના CEO દીપિન્દર ગોયલ તાજેતરમાં રાજ શમાનીના 'ધ ફિગરિંગ આઉટ' પોડકાસ્ટ પર દેખાયા હતા. વાતચીત દરમિયાન ઉદ્યોગસાહસિકતા, માર્કેટિંગ અને વ્યવસાય પર તેમની ચર્ચા કેન્દ્રિત હતી, પરંતુ તે બાદ સોશિયલ મીડિયા કંઈક બીજા વિષયની ચર્ચાઓથી ભરેલું જોવા મળી રહ્યું છે. દર્શકોએ દીપિન્દર ગોયલના લમણે એક નાનું ઉપકરણ જોયું હતું, જેને લઇને હવે તરહ તરહના સવાલો સોશિયલ મીડિયા થકી સામે આવી રહ્યા છે.
View this post on Instagram
'Temple' પ્રોજેક્ટની ખાસિયત
'Temple' નામનું આ ઉપકરણ, એક પહેરી શકાય તેવું પ્રાયોગિક હેલ્થ-ટેક ડિવાઇસ છે. તેનો હેતુ રીયલ ટાઇમમાં મગજના રક્ત પ્રવાહને માપવાનો છે, જેમાં અત્યાર સુધી સામાન્ય પહેરી શકાય તેવી કોઇ પણ સુવિધા નહતી. દીપિન્દર ગોયલે સૌપ્રથમ ડિસેમ્બર 2025 માં આ ડિવાઇસનો સંકેત આપ્યો હતો. LinkedIn પર, તેમણે ડિવાઇસને લઇને સમજાવ્યું કે, આ ઉપકરણ તેમના 'Gravity Ageing Hypothesis' ના સંશોધન સાથે જોડાયેલું છે, જે વૃદ્ધત્વ, ન્યુરોલોજી અને ગુરુત્વાકર્ષણ વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરે છે.
રીયલ ટાઇમ અપડેટ આપશે
દીપિન્દર ગોયલના મતે, મગજના રક્ત પ્રવાહને પહેલાથી જ વૃદ્ધત્વ, યાદશક્તિ અને સમજશક્તિનું એક મહત્વપૂર્ણ બાયોમાર્કર માનવામાં આવે છે. ટેમ્પલ જેવા ઉપકરણો રોજિંદા જીવનમાં ધ્યાન, તણાવ, ઊંઘ અને માનસિક થાક અંગેની રીયલ ટાઇમ અપડેટ આપી શકે છે. આ ઓછા વજનના વજનના, દૈનિક ઉપયોગમાં લઇ શકાય તેવું ડિવાઇસ AI-આધારિત ડેટાનું વિશ્લેષણ કરી શકે તેવી ક્ષમતા ધરાવતું હોવાની અપેક્ષા છે. ઉત્સુકતા વચ્ચે ટેમ્પલ લોન્ચ તારીખ, કિંમત અથવા નિયમનકારી મંજૂરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. પહેલી વાર છે, જ્યારે કોઈ ફૂડ-ટેક ઉદ્યોગસાહસિકે હેલ્થ-ટેક અને ડીપ-ટેકની દુનિયામાં પ્રવેશ કર્યો હોય. ટેમ્પલ દર્શાવે છે કે, ભારતના સ્ટાર્ટઅપ લિડર્સ હવે ફક્ત વ્યવસાયને જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય અને વૃદ્ધત્વને પણ નવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
આ પણ વાંચો -------- Gold and silver prices: સપનામાં પણ ન ખરીદી શકાય એટલું મોંઘુ થયું સોનું, 2.50 લાખ નજીક પહોંચી ચાંદી


