Anand: ખેડૂતને જીવતો સળગાવવા મામલે નવો વળાંક, જાતે આગ લગાવ્યાનો ખુલાસો!
- Anand: ભ્રષ્ટાચાર સામે અવાજના બદલામાં આણંદમાં મળી અગનઝાળ?
- ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો!
- આણંદના અંબાવ ગામના સરપંચ પર કર્યો હતો ભ્રષ્ટાચારનો આરોપ
Anand: આણંદ જિલ્લાના આંકલાવ (Anklav) તાલુકામાં આવેલા અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત ભરતભાઈ પઢિયાર (Bharatbhai Padhiyar) પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આક્ષેપ છે કે, ગામના મહિલા સરપંચ, પતિ અને મળતિયાઓએ મળીને ભરતભાઈ પર પેટ્રોલ છાંટી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હવે આ મામલે પોલીસે એવો ખુલાસો કર્યો છે કે જેનાથી આ ઘટનાની તપાસની દિશા બદલાઈ છે.
હુમલાનો આરોપ!
આંકલાવના અંબાવ ગામે (Ambav Village) સરપંચ ઉપર ભ્રષ્ટાચાર (Corruption) ના આરોપ લગાવનાર ભરતભાઈ પઢિયારને જીવતો સળગાવાયોનો આરોપ લાગ્યો છે. ભોગ બનનાર ભરતભાઈ પઢિયારના જણાવ્યા અનુસાર તેમના ઘરે ભજનનો કાર્યક્રમ હોવાથી તેઓ મહેમાનો અને માણસોને લેવા માટે જઈ રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગના સમયે જ રસ્તામાં એક ઇકો ગાડીમાં સવાર થઈને આવેલા હુમલાખોરોએ તેમનો રસ્તો રોક્યો હતો. ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ ભરતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી અને સીધો જ હુમલો કરી દીધો હતો.
"અમારી વિરુદ્ધ અરજીઓ કેમ કરે છે?" કહીને સળગાવ્યા
ભરતભાઈએ વડોદરાની SSG હોસ્પિટલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે, હુમલાખોરોએ તેમને ઘેરી લીધા હતા અને ધમકાવતા કહ્યું હતું કે, "તું અમારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કેમ કરે છે?" આટલું કહીને નિલેશ નામના શખ્સે તેમના પર પેટ્રોલ છાંટ્યું હતું અને રાકેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. આ હુમલામાં તેમને બચાવવા ગયેલા તેમના પુત્રને પણ ઇજાઓ પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે.
આણંદના અંબાવ ગામમાં સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ
ભ્રષ્ટાચારનો આરોપ કરનાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
મહિલા સરપંચ તેમજ તેમના પતિ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ
સરપંચ દ્વારા હુમલો કરાયો હોવાનો ભરત પઢિયારનો દાવો#Gujarat #Anand #AmbavVillage #Sarpanch #Corruption #GujaratFirst pic.twitter.com/EiXavlsEQa— Gujarat First (@GujaratFirst) January 5, 2026
Anand: મહિલા સરપંચ સહિત 5 સામે ગુનો દાખલ
આ મામલે આંકલાવ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભરતભાઈના નિવેદનના આધારે પોલીસે ગામના મહિલા સરપંચ કોકિલાબેન પઢિયાર, તેમના પતિ દિનેશ પઢિયાર, રાકેશ પઢિયાર, નિલેશ અને અન્ય શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.
પોલીસની સ્પષ્ટતાથી ઘટનામાં નવો વળાંક
Anand : ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવવાનો મામલો | Gujarat First
સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીના નિવેદનથી આખો મામલો બદલાયો
ભરત પઢિયારે જાતે જ પેટ્રોલ નાખી સળગી ગયા હોવાનો આરોપ
સરપંચ અને ભરત પઢિયાર વચ્ચે ભ્રષ્ટાચાર અંગે ચાલી રહી છે માથાકૂટ
ભરત પઢિયાર સળગાવવાને લઈને… pic.twitter.com/a9VqaOmkEP— Gujarat First (@GujaratFirst) January 5, 2026
આંકલાવ પોલીસે (Anklav Police) ઘટના અંગેના વાઇરલ વીડિયોઓ અને સ્થળ પરના લોકોના નિવેદનો લીધા છે. ફરિયાદમાં સરપંચ અને અન્ય લોકો પર ખોટા આક્ષેપ થયાની પોલીસે સ્પષ્ટતા કરી છે. સામે આવેલા વીડિયો આધારે કહેવામાં આવ્યું છે કે ભરત પઢીયારે જાતે આગ લગાવી છે. જેથી હવે આ મામલો વધુ પેચીદો બન્યો છે.
આ પણ વાંચોઃ Gujarat: ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો! પ્રત્યક્ષદર્શીના નિવેદનથી મામલો બદલાયો
આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?


