Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો! પ્રત્યક્ષદર્શીના નિવેદનથી મામલો બદલાયો

Gujarat: ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો છે. જેમાં આણંદના અંબાવ ગામના સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો. તેમાં ભ્રષ્ટાચારનો આરોપ કરનારને જીવતો સળગાવી દેવાયો છે. મહિલા સરપંચ અને તેના પતિ સહિત પાંચ લોકો સામે ફરિયાદ થઇ છે. જેમાં ભરત પઢિયાર નામના શખ્સ પર પેટ્રોલ છાંટી સળગાવાયો છે. તેમાં ગંભીર રીતે દાઝેલા શખ્સને અને તેમના પુત્રને હોસ્પિટલ ખસેડાયા છે.
gujarat  ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો  પ્રત્યક્ષદર્શીના નિવેદનથી મામલો બદલાયો
Advertisement
  • Gujarat: આણંદના અંબાવ ગામના સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો
  • નિલેશે પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી હતી- ભરતભાઈ
  • મહિલા સરપંચ અને તેના પતિ સહિત પાંચ લોકો સામે ફરિયાદ થઇ

Gujarat: ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો છે. જેમાં આણંદના અંબાવ ગામના સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો. તેમાં ભ્રષ્ટાચારનો આરોપ કરનારને જીવતો સળગાવી દેવાયો છે. મહિલા સરપંચ અને તેના પતિ સહિત પાંચ લોકો સામે ફરિયાદ થઇ છે. જેમાં ભરત પઢિયાર નામના શખ્સ પર પેટ્રોલ છાંટી સળગાવાયો છે. તેમાં ગંભીર રીતે દાઝેલા શખ્સને અને તેમના પુત્રને હોસ્પિટલ ખસેડાયા છે.

નિલેશે પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી

સરપંચ કોકિલાબેન પઢિયાર સહિત પાંચ સામે ફરિયાદ થઇ છે. ત્યારે ભરતભાઈએ જણાવ્યું છે કે ઘરે ભજન હોવાથી હું માણસો લેવા જતો હતો. ત્યારે ઈકો ગાડીમાં સરપંચ અને તેમના માણસોએ આવી હુમલો કર્યો હતો. ધાર્મિક પ્રસંગ માટે જતો હતો ત્યારે મારા પર હુમલો થયો હતો. અમારા વિરૂદ્ધ અરજીઓ કેમ કરે છે તેમ કહી હુમલો કર્યો હતો. તથા નિલેશે પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી હતી.

Advertisement

Advertisement

Gujarat: ભરત પઢિયારને સળગાવવાને લઈ સરપંચ પર આક્ષેપ

આણંદમાં ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવવાના સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીના નિવેદનથી આખો મામલો બદલાયો છે. જેમાં ભરત પઢિયારે જાતે જ પેટ્રોલ નાખી સળગી ગયા હોવાનો આરોપ છે.

સરપંચ અને ભરત પઢિયાર વચ્ચે ભ્રષ્ટાચાર અંગે માથાકૂટ

સરપંચ અને ભરત પઢિયાર વચ્ચે ભ્રષ્ટાચાર અંગે માથાકૂટ ચાલી રહી છે. ત્યારે ભરત પઢિયારને સળગાવવાને લઈ સરપંચ પર આક્ષેપ કર્યા છે. તથા ભરત પઢિયારે પોતે જ પેટ્રોલ છાંટ્યું હોવાનો આરોપ છે. ગંભીર રીતે દાઝેલા વ્યક્તિ અને તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તથા આંકલાવ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ: વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા - PM Modi

Tags :
Advertisement

.

×