ચૂંટણી પહેલા MP Mansukh Vasava નો વિસ્ફોટ: 'ભાજપ જ ભાજપને હરાવશે!'
ભરૂચના MP Mansukh Vasava એ કર્યો મોટો વિસ્ફોટ
સાંસદે સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાબતે કર્યો મોટો ખુલાસો
મનસુખ વસાવાએ પહેલીવાર નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ
પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશેઃ મનસુખ વસાવા
ટિકિટ ન આપવાના હોય તો 6 મહિના પહેલા કદી દેવુ જોઈએ
છેલ્લા સમયે કાર્યકર્તાને ટિકિટ ન મળવાથી નારાજ થાય
MP Mansukh Vasava : સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) પહેલીવાર પક્ષના નેતૃત્વ (Leadership) અને ટિકિટ ફાળવણી માટેના નક્કી કરેલા માપદંડો પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે 60 વર્ષથી વધુની ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો પક્ષનો નિર્ણય યોગ્ય નથી. તેમના મતે, જે કાર્યકર્તાઓએ વર્ષોથી જમીન સ્તર પર પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો છે, તેમને ઉંમરના નામે બાકાત રાખવા તે અન્યાય છે.
ભાજપ જ ભાજપને હરાવશે: સાંસદનો દાવો
મનસુખ વસાવાએ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, જો આ પ્રકારે જ ચાલશે તો સ્થાનિક સ્વરાજની (Local Self-Government) ચૂંટણીમાં ભાજપ (BJP) જ ભાજપને હરાવશે. તેમણે ઉમેર્યું કે પક્ષના કડક અને અણધાર્યા નિયમોથી પાયાના કાર્યકર્તાઓ (Party Workers) નારાજ થવાના છે. આ નારાજગી ચૂંટણીના પરિણામો પર નકારાત્મક અસર કરી શકે છે, કારણ કે ચૂંટણી જીતાડવામાં પાયાના કાર્યકરની ભૂમિકા સૌથી મહત્વની હોય છે.
કડક નિયમો માત્ર સ્થાનિક ચૂંટણીઓ માટે જ કેમ?
સાંસદે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે પક્ષના આ કડક નિયમો માત્ર સ્થાનિક ચૂંટણીઓ માટે જ કેમ? તેમણે સવાલ કર્યો કે જો આ નિયમો લોકસભા (Lok Sabha) કે વિધાનસભાની (Assembly) ચૂંટણીમાં લાગુ પડતા નથી, તો સ્થાનિક સ્વરાજમાં કેમ લાદવામાં આવે છે? તેમણે સૂચન કર્યું કે જો કોઈને ટિકિટ ન આપવી હોય તો તેને 6 મહિના પહેલા જ જાણ કરી દેવી જોઈએ, જેથી કાર્યકર્તા માનસિક રીતે તૈયાર રહે. છેલ્લી ઘડીએ કાપ મૂકવાથી નારાજગી વધે છે.
Mansukh Vasava on BJP Local Election Rules
ભાજપમાં અંદરખાને ભડકો! ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પક્ષના કડક નિયમો સામે સવાલો ઉઠાવ્યા છે. 60 years ની વય મર્યાદા અને 3 terms ના નિયમો શું ભાજપને સ્થાનિક ચૂંટણીમાં ભારે પડશે?
પક્ષના જ નિયમો કેમ બન્યા કાર્યકરો માટે મુસીબત? વધુ જાણવા માટે… pic.twitter.com/az5w9AqqYX— Gujarat First (@GujaratFirst) April 8, 2026
જૂના જોગીઓની અવગણના
નવા ચહેરાઓને (New Faces) તક આપવાની બાબતમાં વસાવાએ કહ્યું કે તેઓ આ પરિવર્તનના વિરોધમાં નથી, પરંતુ જૂના જોગીઓની અવગણના ન થવી જોઈએ. વધુમાં, તેમણે પરિવારવાદ (Dynasty Politics) પર પણ તર્ક આપ્યો કે જો આખો પરિવાર વર્ષોથી સક્રિય રાજકારણમાં (Politics) હોય અને જનતામાં લોકપ્રિય હોય, તો તેમને ટિકિટ આપવાથી વંચિત રાખવા એ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે.
આ પણ વાંચો: Narmada : ડેડીયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં DyCM Harshbhai Sanghavi નું સંબોધન


