ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha: હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન, 11 ગામના લોકો ઉતર્યા મેદાને

Sabarkantha: હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ થઇ રહ્યો છે. હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ 11 ગામના લોકોને ટેકો છે. HUDA એટલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી જેમાં HUDAથી હડિયોલ ગામની 1600થી 2000 એકર જમીન જશે.
09:28 AM Dec 12, 2025 IST | SANJAY
Sabarkantha: હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ થઇ રહ્યો છે. હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ 11 ગામના લોકોને ટેકો છે. HUDA એટલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી જેમાં HUDAથી હડિયોલ ગામની 1600થી 2000 એકર જમીન જશે.
Sabarkantha, HUDA, Himmatnagar, Gujarat

Sabarkantha: હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ થઇ રહ્યો છે. હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ 11 ગામના લોકોને ટેકો છે. HUDA એટલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી જેમાં HUDAથી હડિયોલ ગામની 1600થી 2000 એકર જમીન જશે. 11 ગામના ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે. તેમાં જમીન લીધા બાદ એકપણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે.

હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન

હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓનું સમર્થન છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં 11 ગામના મિલ્કતધારકો 95 દિવસ કરતા વધુ સમયથી વિરોધમાં છે. જેમાં આજે હિંમતનગર શહેર સજ્જડ બંધ રહેશે.

Sabarkantha: HUDAથી શું અસર થશે?

કયા કયા ગામોને અસર થશે

હડિયોલ, કાંકણોલ, નવા જેઠીપુરા, પરબડા, સવગઢ, પીપલોદી, બેરણા, ઈલોલ, બોરિયા, કાટવાડ

HUDAનો વિરોધ કેમ?

સૌથી મોટું કારણ કોઈપણ વળતર વિના જ જમીનનું સંપાદન થયુ છે. જેમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. જમીન વિના ખેતી અને પશુપાલન કેવી રીતે કરશે સ્થાનિકો? તથા જમીન કપાતમાં જશે એટલે નાના ખેડૂતોની મુશ્કેલી વધશે.

શું છે HUDAની બબાલ?

HUDA એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જેમાં વર્ષ 1976ના ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે ડેવલપ થાય છે. HUDAનું સૌપ્રથમ નોટિફિકેશન વર્ષ 2012માં આવ્યું હતું. તથા 2012 પછી 2015માં HUDAનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો હતો. વિરોધના પગલે 2015માં HUDA સ્થગિત કરવામાં આવ્યું છે. 2025માં ફરીથી ડ્રાફ્ટ પ્લાનની સૂચના આવતા વિરોધ શરૂ થયો છે.

આ પણ વાંચો: CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ

 

Tags :
GujaratHimmatnagarHUDASabarkantha
Next Article