Valsad: નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું, શ્રમિકો દટાયા હોવાની આશંકા
- Valsad: કૈલાશ રોડ પર આવેલ ઔરંગા નદી પર નિર્માણધીન પુલ ધરાશાયી
- આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા
- નવા પુલની ગરડર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Valsad: વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું છે. જેમાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. તેમજ ફાયર વિભાગ-પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. જેમાં વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે.
કૈલાશ રોડ પર આવેલ ઔરંગા નદી પર નિર્માણધીન પુલ ધરાશાયી
શહેરના કૈલાશ રોડ પર આવેલ ઔરંગા નદી પર નિર્માણધીન પુલ ધરાશાઈ થયો છે. ઘટનાને લઈ ફાયર અને સ્થાનિકોએ રેસ્ક્યુ હાથ ધર્યું છે. જેમાં 4 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢયા છે. ફાયર પોલીસ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહીને નિરીક્ષણ કરી રહ્યા છે.
એક પિલરથી બીજા પિલર સુધીની ગર્ડર પડતા આ અકસ્માત થયો
ઓરંગા નદી પર નિર્માણઆધીન નવા પુલની ગરડર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કૈલાસ રોડ પાસે ઓરંગા નદી પર નવા પુલનું નિર્માણ થઈ રહ્યું હોતુ જેમાં એક પિલરથી બીજા પિલર સુધીની ગર્ડર પડતા આ અકસ્માત થયો છે.
Valsad: પુલ અચાનક જ નમી પડતા તંત્ર થયું દોડતું થયું
અગાઉ પણ વલસાડમાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો હોવાની ઘટના બની હતી. પારડીના ઉમરસાડીમાં નિર્માણાધિન બ્રિજનો પીલર નમી પડ્યો હતો. આ પુલ દરિયા કિનારે જવા માટે બની રહ્યો હતો. નિર્માણકાર્ય દરમિયાન ખાડીમાં બનાવેલા પુલનો પીલર નમી પડ્યો હતો. પુલ અચાનક જ નમી પડતા તંત્ર થયું દોડતું થયું હતુ.
આ પણ વાંચો: Sabarkantha: હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન, 11 ગામના લોકો ઉતર્યા મેદાને