Bodeli Jagannath Rath Yatra: બોડેલીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, જય રણછોડથી ગુંજી ઉઠ્યું નગર
બોડેલીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળતા નગર ભક્તિમય બન્યું હતું. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તો ‘જય રણછોડ’ના નારા સાથે જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ, એએસપી હર્ષ શર્મા અને સેશન્સ જજ સાગર શંકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં શોભાયાત્રાનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.
Advertisement
Bodeli Jagannath Rath Yatra: બોડેલી નગરમાં આજે ભગવાન જગન્નાથજીની પરંપરાગત અને ભવ્ય રથયાત્રા (Rath Yatra) ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળી હતી, જેના કારણે સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. ભગવાન જગન્નાથજી તેમના બહેન સુભદ્રાજી (Subhadra) અને ભાઈ બલરામ (Balram) સાથે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભાવિક ભક્તોની આસ્થા હિલોળા લેતી જોવા મળી હતી.

