રસ્તાના અભાવે સર્પદંશ પીડિત મહિલાને 3 કિમી સ્ટ્રેચરમાં ઊંચકવી પડી, Gujarat ના આ ગામની હચમચાવી દેતી હકીકત
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં 35 વર્ષીય લીલાબેન વનીયાભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. પાકા રસ્તાના અભાવે પરિવારજનોને તેમને સ્ટ્રેચરમાં ઊંચકીને આશરે 3 કિલોમીટર દૂર નિશાના સુધી લઈ જવું પડ્યું. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
Advertisement
Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ સુવિધાના અભાવની ગંભીર સ્થિતિ સામે આવી છે. નસવાડી તાલુકાના કુંડા ગામ (Kunda village) ના નલિયાબારી ફળિયામાં રહેતી 35 વર્ષીય લીલાબેન વનીયાભાઈ વસાવાને ગઈકાલે બપોરના સમયે સાપ કરડ્યો હતો. સાપદંશની ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક સારવાર માટે દોડધામ શરૂ કરી હતી. જોકે, ગામ સુધી પાકો રસ્તો ન હોવાથી દર્દીને વાહન સુધી પહોંચાડવું પણ મુશ્કેલ બની ગયું હતું.

