Chhotaudepur: પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી, ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીના મોત
છોટા ઉદેપુરના કવાંટના મોટી ઝડુલી ગામે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. પાઇપલાઇન લીકેજને લીધે સર્જાયેલા ખાડામાં રમી રહેલી નીરુમતિ ભીલ અને મીનાક્ષી ભીલ નામની બે બાળકીઓ ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં આક્રોશ અને શોકનો માહોલ છે.
Advertisement
Chhotaudepur News: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ (Kawant) તાલુકાના મોટી ઝડુલી (Moti Jhaduli) ગામમાંથી એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા વિભાગ (Water Supply Department) ની ઘોર બેદરકારીને કારણે બે નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

