Tiger Movement: છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની હદમાં વાધ હોવાની પૃષ્ઠિ છોટાઉદેપુર વન વિભાગે કરી
છોટાઉદેપુર અને દાહોદના જંગલ પંથકમાં વાઘના સતત આંટાફેરા જોવા મળી રહ્યા છે, જેની વન વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ તરફથી આવેલા આ વન્યજીવને કારણે સ્થાનિક વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. પ્રતિકૂળ ચોમાસાની સ્થિતિ વચ્ચે પણ કેમેરા ટ્રેપિંગ દ્વારા આ વાઘની હિલચાલ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Advertisement
Tiger Movement in Chhota Udepur: દાહોદ (Dahod) અને છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાની સરહદ પર વાઘની હાજરી હોવાની પુષ્ટિ ખુદ છોટાઉદેપુર વન વિભાગ (Forest Department) દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) તરફથી આવેલા આ નર વાઘના કારણે સમગ્ર પંથકમાં વહીવટી અને વન વિભાગનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

