કોરોના સામેની લડાઇમાં હવે ભારતને વધુ એક હથિયાર મળ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ 12-18 વર્ષના બાળકો માટે બાયોલોજિકલ ઇ (Biological E) કંપનીની કોરોના વેક્સિન કોર્બોવેક્સ (Corbevax) રસીને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. જેની સાથે દેશને કિશોરો માટેની બીજી કોરોના વેક્સિન મળી છે. આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સિનને 15થી 18 વર્ષના બાળકોને આપવા માટેની મંજૂરી અપાઇ હતી. જો કે કોર્બોવેક્સ 12થી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે. ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીદુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીઓમાંની એક એવી Biological E દ્વારા આ વાતની જાણાકારી આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે ભારતના 12થી 18 વર્ષના બાળકો માટે Corbevax રસીને ભારતના ડ્રગ રેગ્યુલેટર તરફથી ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ગઇ છે. કોર્બોવેક્સ રસી ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રીસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન (RBD) પ્રોટીન સબ-યુનિટ રસી છે.કોરોના સામેની લડાઇને વેગ મળશેબાયોલોજિકલ ઇ કંપનીના એમડી મહિમા ડાટલાએ આ વિશે જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે અમારી કોરોના રસીની પહોંચ હવે દેશના 12થી 18 વર્ષના આયુવર્ગ સુધી થઇ ગઇ છે. અમને વિશ્વાસ છે કે આની મંજૂરી સાથે જ અમે કોરોના સામેની અમારી વૈશ્વિક લડતનો અંત ઝડપથી લાવી શકીશું. રસીના બધા ડોઝ લીધા હશે તે બાળકો કોઇ પણ ચિંતા વગર શાળા અને કોલેજમાં જઇ શકશે અને તેમની નિયમિત પ્રવૃતિઓ ચાલુ રાખી શકશે.28 દિવસમાં બે ડોઝCorbevax રસી સ્નાયુ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે અને 28 દિવસની અંદર તેના બે ડોઝ લેવા પડશે. આ રસીનો સંગ્રહ બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે. કંપનીની યોજના દર મહિને 7.5 કરોડ ડોઝ બનાવવાની છે. કંપનીનું કહેવું છે કે ફેબ્રુઆરી 2022થી તે દર મહિને 100 મિલિયનથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરશે.