દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 10,273 નવા કેસ નોંધાયા છે અને 243 દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં ગઈકાલે 11,499 કેસ નોંધાયા હતા.ત્યારે ગઈકાલ ની સરખામણીમાં કોવિડ સંક્ર્મણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે આ ઉપરાં છેલ્લા 24 કલાકમાં 20,439 દર્દી રિકવર થયા છે. ભારતમાં રિકવરી રેટ 98.54 ટકા વર્ષ 2019થી વિશ્વમાં કોરોના નામની આવેલ આફતથી જનજીવન પાર ભારે અસર પડી છે ત્યારે ભારતમાં કોરોનથી કુલ 5,13,724 લોકોના મૃત્યુ થયા છે જયારે દેશમાં 1,11,472 એક્ટિવ કેસ છે અને 42290921 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે એટલેકે રિકવરી રેટ 98.54 ટકા એ પહોંચ્યો છે. કુલ કેસઃ 4,29,16,117એક્ટિવ કેસઃ 1,11,472કુલ રિકવર : 4,22,90,921કુલ મૃત્યુઃ 5,13,724કુલ વેક્સિનેશન ડોઝ : 1,77,44,08,129