દેશમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવા પર છે ત્યારે, દેશભરમાં કોરોનાને લઇ ને લગાવવામાં આવેલા નિયંત્રણો હટાવી દેવામાં આવી રહ્યા છે તથા નિયંત્રણો સમાપ્ત કરી દેવામાં આવ્યા છે, કોરોનાની બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેર વધુ ઘાતક ન નીવડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે દેશમાંથી ત્રીજી લહેરનું સંકટ પણ ઘટતું રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,920 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 66,254 દર્દીઓ સાજા થયા છે અને 492 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. ભારતમાં અત્યારે 3 લાખ કરતા ઓછા એક્ટિવ કેસ છે, ભારતમાં અત્યારે 2,92,092 એક્ટિવ કેસ છે જયારે પોઝીટીવ રેટ પણ સતત ઘટી રહ્યો છે અને દેશમાં આ સાથે જ પરિસ્થિતિ સામાન્ય થતી જણાઈ રહી છે. એક્ટિવ કેસ : 2,92,092ડેઇલી પોઝીટીવ રેટ : 2.07 ટકાકુલ રિકવર : 4,19,77,238કુલ મૃત્યુ : 5,10,905 વેક્સિનેશન ડોઝ : 1,74,64,99,461