ભારતમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને સરકાર પણ કોરોનાના નિયંત્રણો હળવા કરી રહી છે તથા હટાવી રહી છે ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20 હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે . ભારતમાં 19,968 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે, 48,847 લોકો ડિસ્ચાર્જ થયા છે ત્યારે ફરી આજે મૃત્યુ આંકમાં વધારો થયો છે ગઈ કાલ કરતા મૃત્યુ આંક આજે બમણો થયો છે. ગઈકાલે કોરોનાથી 325 દર્દીઓના મૃત્યુ થયા હતા જયારે આજે 673 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 30,81,336 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાની વાત કરવામાં આવે તો ભારતમાં 0.52 ટકા એકટીવ કેસ છે જયારે 98.28 ટકા રિકવરી રેટ છે અને 1.20 ટકા મૃત્યુ રેટ છે.એક્ટિવ કેસ : 2,24,187 (0.52%)દૈનિક પોઝીટીવ રેટ : 1.68%કુલ રિકવર : 4,20,86,383મૃત્યુ: 5,11,903કુલ વેક્સિનેશન ડોઝ : 1,75,37,22,697