ભારતમાં કોરોનાનું સંક્ર્મણ છેલ્લા સપ્તાહની સાપેક્ષે સતત ઘટી રહ્યું છે જયારે ગઈકાલની સરખામણીએ સંક્ર્મણ આજે બુધવારે વધ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,102 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 31,377 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને 278 દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે દૈનિક પોઝીટીવ રેટ 1.28 ટકાએ પહોંચ્યો છે .ભારતમાં કોરોનાનું સંક્ર્મણ ઘટતાની સાથે જ સક્રિય કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે રિકવરી રેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારની સરખામણી બુધવારે પોઝીટીવ કેસ પણ વધ્યા છે અને મૃત્યુ આંક પણ વધ્યો છે. મંગળવારે 13,405 લોકો કોર્નથી સંક્રમિત થયા હતા જયારે આજે બુધવારે 15,102લોકો સંક્રમિત થયા છે અને મંગળવારની સરખામણીએ આજે 43 જેટલા વધુ લોકોના મૃત્યુ થયા છે.કુલ કેસઃ 4,28,67,031સક્રિય કેસ: 1,64,522કુલ રિકવર : 4,21,89,887કુલ મૃત્યુઃ 5,12,622